વાગરા ના ચાંચવેલ નજીક ખાડીના બ્રિજ પરથી ભારદારી ટ્રક નીચે ખાબકતા ચાલકનું કેબિનમાં ફસાઈ જવાથી મોત નિપજવા પામ્યું હતું.વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ ખાડી પરના બ્રિજ પરથી એક ભારદારી ટ્રક નીચે ખાબકતા ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.

અશોક લેલન્ડ કંપનીની હેવી ટ્રક ગાડી નં- આર જે ૦૯ જીડી ૬૦૩૬ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા દ્રાઈવરે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા સદર દુર્ઘટના સર્જાઈ હતી.ટ્રક પાણીમાં ખાબકતા કેબીનમાં સ્ટીયરીંગ સાથે દબાઈ જતા દ્રાઇવરને પેટના ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચી હતી.વધુમાં કેબીનમાં પાણી ભરાવાના કારણે ફસાઈ જવાના લીધે ચાલકનું મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી છે.અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામા આસપાસના લોકો સ્થળ પર ઉપર દોડી આવ્યા હતા.બચાવ કામગીરીમા ONGCની ફાયર ટીમ પણ મદદમાં જોતરાઈ હતી.ભારે વજન ધરાવતી ટ્રકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી.રેસ્ક્યુ દરમિયાન ટ્રકને ઊંચકી ને બહાર કાઢવામાં આવતા તેની નીચે દબાયેલા દ્રાઇવરનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકની ઓળખ મોહનલાલ ખુમા નાયક ઉ.વ.૪૭ રહે.ચીકરડા ગામ તા.ડુંગલા જી.ચીતોડગઢ તરીકે પ્રસ્થાપિત થઈ છે.બનાવ અંગે દહેજના આર.કે ટ્રાન્સપોર્ટના રાકેશભાઈ કીશનલાલ શાહે વાગરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









