કચ્છ જીલ્લા ના અખીલ કચ્છ રાયમા (રાઉમા) સમાજ ના પ્રમુખપદે હાજી જુમા રાયમાની વરણી કરવામાં આવી હતી.

સમગ્ર કચ્છ જીલ્લાના ૯૫ ગામોમા રાયમા રાઉમા સમાજ બહોળી વસ્તી ધરાવે છે.તા.૩૦ જૂન મંગળવાર ના રોજ કચ્છના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન તથા પુર્વ ઝોન ના મુખ્ય ૪૦૦ થી વધારે આગેવાનો ની બેઠક માંડવી ખાતે યોજાઈ હતી.હઝરત ઈટારા પીર કમ્પાઉન્ડ મા મળેલ મીટીંગમા સમગ્ર આગેવાનોની લાગણી અને માંગણી હતી કે જીલ્લા ના પ્રમુખ પદે કચ્છ ના રાયમા સમાજ ના અગ્રણી હાજી જુમા રાયમાની જીલ્લાના પ્રમુખ પદે બીન હરીફ વરણી કરવામા આવે, જેને તમામ ઉપસ્થિત આગેવાનોએ ટેકો આપ્યો હતો.મિટિંગમાં ઉપસ્થિતિ તમામ આગેવાનો ની માગણી અને લાગણી મુજબ હાજી જુમા રાયમા (ગાંધીધામ) વાળા ની અખીલ કચ્છ રાયમા રાઉમા સમાજ ના પ્રમુખ તરીકે વરણી કરવામા આવી હતી.

આ પ્રસંગે તમામ આગેવાનો એ હાજી જુમા રાયમા નુ સાલ ઓઢાડીને ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું હતું.સમાજ ના લોકોનો પ્રેમ અને લાગણી ની કદર કરતા હાજી જુમા રાયમા એ ઉપસ્થિત તમામ આગેવાનો નો આભાર માન્યો હતો.સાથે જ મળેલ જવાબદારી સમાજ ના સહયોગથી થી સુપેરે નીભાવવા ખાત્રી ઉચ્ચારી હતી.સમાજના વિકાસ મા તમામ લોકોને સાથ-સહકાર આપવા વિનમ્ર અપીલ કરી હતી.હાજી જુમાં રાયમાના નેતૃત્વ હેઠળ સમાજ એકતા,પ્રગતિ અને શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ .સમાજ તરફથી પાઠવવામાં આવી હતી.









