વાગરા :: દહેજની Continental Carbon કંપનીના કર્મચારીઓને ન્યાય માટે સ્થાનિકો અને સરપંચોની કલેક્ટરને ફરિયાદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના દહેજની Continental Carbon કંપનીના સ્થાનિક કર્મચારીઓને ન્યાય અપાવવા સ્થાનિકો અને સરપંચો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.દહેજ GIDC વિસ્તારમાં આવેલ Continental Carbon Eco Technology Pvt. Ltd., ગલેન્ડા ખાતે કાર્યરત છે. કંપની સમક્ષ સ્થાનિક કર્મચારીઓની લાંબા સમયથી પડતર ફરિયાદો, કાર્યસ્થળ પર થતા માનસિક ત્રાસ, ભેદભાવપૂર્ણ વર્તન અને ફરિયાદોના નિકાલમાં થયેલા વિલંબના મુદ્દે અંદાજે 100 થી વધુ સ્થાનિક લોકો,સ્થાનિક કર્મચારીઓ, તેમના પરિવારજનો તથા આજુબાજુના ગામોના સરપંચો એ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર ભરૂચને સંયુક્ત આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે સ્થાનિક કર્મચારીઓ દ્વારા કંપનીના HR Department સમક્ષ અગાઉથી લેખિત ફરિયાદો, વ્યક્તિગત જવાબો તથા જરૂરી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં આજદિન સુધી ફરિયાદોનો કોઈ કારણસભર અને અંતિમ લેખિત નિકાલ કરવામાં આવ્યો નથી.સ્થાનિક લોકો એ આક્ષેપ કર્યો છે કે Instrument Department ના મેનેજર વિનોદ ઉપાધ્યાય દ્વારા લાંબા સમયથી કર્મચારીઓ સાથે માનસિક ત્રાસ, અપમાનજનક વર્તન, શિફ્ટ ચેન્જ બાબતે ભેદભાવ અને અનાવશ્યક દબાણનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત, Instrument & Electrical HOD દીપકભાઈ પટેલ દ્વારા પણ કેટલાક પ્રસંગોએ કર્મચારીઓ સાથે કડક અને દબાણપૂર્ણ વલણ અપનાવવામાં આવ્યું હોવાના તથા મંજૂર રજા અને ઇન્ક્રીમેન્ટ બાબતે ધમકીજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે.વધુમાં, કર્મચારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે HR Department ના જવાબદાર અધિકારી લલિતભાઈ પરમાર સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં ફરિયાદોના નિકાલ માટે કોઈ અસરકારક, નિષ્પક્ષ અને સમયબદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં ભારે અસંતોષ, અસુરક્ષાની લાગણી અને માનસિક તણાવનું વાતાવરણ સર્જાયું છે.

સ્થાનિક લોકો અને સરપંચોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમનો કંપની કે તેના વિકાસ સામે કોઈ વિરોધ નથી, પરંતુ સ્થાનિક યુવાનો અને કર્મચારીઓને કાયદેસર ન્યાય મળવો, તેમની ફરિયાદોનો નિષ્પક્ષ અને સમયબદ્ધ નિકાલ થવો તથા માનવ ગૌરવ સાથે કાર્ય કરવાનો અધિકાર સુરક્ષિત રહે તે અત્યંત જરૂરી છે.આવેદનપત્રમાં જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવા, કર્મચારીઓની પડતર ફરિયાદોનો કારણસભર અને લેખિત નિકાલ કરાવવા તથા જો તપાસમાં કોઈ સ્તરે ફરજમાં બેદરકારી, સત્તાનો દુરુપયોગ અથવા કાયદેસર જવાબદારીઓના પાલનમાં નિષ્ફળતા જણાય તો સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે લાગુ પડતા નિયમો અને કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો અને સરપંચોએ ચીમકી આપી હતી કે જો ૧૫ દિવસની અંદર યોગ્ય, નિષ્પક્ષ અને કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સ્થાનિક કર્મચારીઓ, તેમના પરિવારજનો, સ્થાનિક લોકો તથા ગ્રામ પંચાયતોના સમર્થન સાથે કંપનીના ગેટ ઉપર ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ લોકશાહી આંદોલન કરવામાં આવશે.આ પ્રસંગે સ્થાનિક લોકો અને સરપંચોએ એકસુરે જણાવ્યું હતું કે”આ લડત કોઈ વ્યક્તિ કે કંપની વિરુદ્ધ નથી, પરંતુ સ્થાનિક કર્મચારીઓને ન્યાય, માનવ ગૌરવ અને તેમના કાયદેસર અધિકારો અપાવવાની લડત છે. સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયતો ન્યાયની આ લડતમાં કર્મચારીઓની સાથે અડગપણે ઉભા છે.”

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!