વાગરા પંથક માટીચોરો માટે સ્વર્ગ સમાન…!!!
વાગરાની સાયખા GIDC વિસ્તારમા ગેરકાયદેસર રીતે માટી ચોરીને અંજામ આપવાના બનાવમાં તંત્રએ અનઅધિકૃત માટી ખોદકામ અને વહન કરવાનું કૌભાંડ પકડી પકડાયું હતું.સાથે જ રૂપિયા ૧.૨ કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ સરકારી સંપત્તિની લૂંટ ચલાવતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી સિકંજો કસવામાં આવ્યો છે.ભરૂચ જિલ્લાનું વાગરા વિસ્તાર ભુમાફીયાઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.માટી ચોરો વાગરાના ખૂણે ખૂણે ગેરકાયદેસર રીતે પાણી નું ઝરણું ફૂટે ત્યાં સુધી ખોદકામ કરી તંત્રના નિયમોના સરેજાહેર ધજાગરા ઉડાવી રહયા છે.આ સપ્તાહમાં જ વાગરાના વિવિધ ગામોમાંથી કરોડોનું અનઅધિકૃત માટી ખનન ઝડપાયાની સ્યાહી હજી સુકાઈ નથી ત્યાં જ સાયખા ગામેથી બિન અધિકૃત માટી ખનન ઝડપાયું છે.

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વાગરા મામલતદાર તેમજ તેઓની ટીમે ૧૯ જૂન, ની મધરાતે વાગરા તાલુકાના સાયખા જીઆઇડીસી વિસ્તારમાં ઓચિંતી રેડ પાડી મોટા પાયે ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપી પાડ્યું હતું. ભૂમાફિયાઓએ કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વિના માટીનું ખનન કરી રાજ્ય સરકારને રોયલ્ટી સ્વરૂપે મળતી આર્થિક ઉપજનું મોટાપાયે નુકસાન પહોંચાડી રહ્યાનું બહાર આવ્યું હતું. પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચતા જ ભારે નાસભાગ મચી ગઈ હતી.તંત્ર દ્વારા સ્થળ પરથી માટીથી ભરેલી 3 ટ્રકો, તેમજ ગેરકાયદે ખોદકામ માટે ઉપયોગમાં લેવાયેલ બે હિટાચી મશીનો મળીને અંદાજે રૂ.૧ કરોડ વિસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.હાલ ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા ગેરકાયદે માટી ખોદકામ કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ વસૂલાતના ચક્રો ગતિમાન કરાયા છે.તંત્રની માટીચોરો વિરુદ્ધ કડક કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના ગેરકાયદેસર ખનનકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે.પકડાયેલ મુદ્દા માલમા ત્રણ ટ્રક અને બે હિટાચી મશીનનો સમાવેશ થાય છે. આમ કુલ મળીને રૂપિયા ૧.૨ કરોડ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેસાયખા GIDC ખાતે થી તંત્રએ ઝડપી પાડેલ માટી ખનન સાયખાના અગ્રણી અને ગામના સરપંચ જયવીરસિંહ રાજ દ્વારા કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ઠેર ઠેર સાંભળવા મળી રહી છે.ત્યારે એ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે સરપંચ જેવા મહત્વના હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ આવું કૃત્ય કરે એ કેટલું વ્યાજબી છે…..??? સરપંચ ની આવી કરતૂતો ને પગલે પંથકના લોકો ફિટકારની લાગણી વરસાવી રહયા છે.
GIDC વિસ્તારમાં રાત્રિના સમયે ડમ્પરોની દોડધામ, ઓચિંતું ચેકિંગ જરૂરી
ચોમાસાની સિઝન નજીક આવતાં વાગરા પંથકમાં ભૂમાફિયાઓ વધુ સક્રિય બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને વાગરા GIDC વિસ્તારમાં રાત્રિના સમયે માટી વહન કરતા ભારે વાહનોની અવરજવર વધતા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે વહીવટી તંત્ર દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને ઓચિંતું ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવે, જેથી વધુ ગેરકાયદેસર ખનન પકડાય તેમ છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








