દેશના સૌથી મોટા LNG ટર્મિનલ દહેજ ખાતે “દિશા”નું સુરક્ષિત આગમન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કતાર થી ૬૨ હજાર મેટ્રિક ટન LNG ભરી જહાજ વાગરાના દહેજ બંદરે આવી પહોંચ્યું

કતારથી LNG ભરેલું જહાજ ભરૂચના દહેજ બંદરે આવી પહોંચ્યું હતું.જહાજમાં અંદાજે 62 હજાર મેટ્રિક ટન LNG ભરેલ હોવાની વિગતો સાંપડી છે. ઉલ્લેખનીય છે કે જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરનાર પ્રથમ ભારતીય કેરિયર છે.મધ્યપૂર્વમાં તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચે વણસેલ યુદ્ધની સ્થિતિને પગલે પર્શિયન ખાડીમાં ફસાયેલું LNG ટેન્કર ‘દિશા’ સુરક્ષિત રીતે ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત LNG ટર્મિનલ પર આવી પહોંચ્યું છે.સદર ટેન્કર ભારત દેશ માટે અતિ મહત્વ ધરાવતું LNG કાર્ગો લઈને આવી પહોંચ્યું છે.એલએનજી ટેન્કર ‘દિશા’એ બીજી માર્ચના રોજ કતારના રાસ લાફાન LNG ટર્મિનલ પરથી લિક્વિફાઈડ નેચરલ ગેસનો જથ્થો ભર્યો હતો.પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ ખાડી વિસ્તારમાં યુદ્ધની પરિસ્થિતિને પગલે જહાજ લગભગ ત્રણ મહિના કરતા વધુ સમય થી પર્શિયન ગલ્ફમાં અટવાયેલું હતું.LNG ટેન્કર ‘દિશા’એ ૧૫ જૂનના રોજ હેમખેમ હોર્મુઝ સ્ટ્રેટ પસાર કર્યો હતો. ત્યારબાદ ૧૯ જૂનના રોજ “દિશા” દહેજ LNG ટર્મિનલ પર સલામત રીતે આવી ગયું છે. નોંધપાત્ર છે કે હાલ ટેન્કરમાં કુલ 62,370 મેટ્રિક ટન LNGનો જથ્થો ઉપલબ્ધ છે.

ઉક્ત શિપનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI) દ્વારા કરવામાં આવે છે.અને તે પેટ્રોનેટ LNG લિમિટેડ માટે ચાર્ટર કરાયું છે. મિડલ ઇસ્ટમાં વધેલા તણાવ હળવું થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટ પાસ કરનાર પ્રથમ ભારતીય LNG કેરિયર્સમાં ‘દિશા’નો સમાવેશ થાય છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે દહેજ LNG ટર્મિનલ દેશનું સૌથી મોટું LNG આયાત કેન્દ્ર છે. તેથી, ‘દિશા’નું સુરક્ષિત આગમન ભારતના ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. વિશ્વના ઊર્જા વેપાર માટે વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અનિશ્ચિતતાની અસર LNG અને ક્રૂડ ઓઈલના વૈશ્વિક વેપાર પર પણ જોવા મળી હતી.દહેજ ટર્મિનલ પર પહોંચેલા LNG કાર્ગોને સંગ્રહિત કરવામાં આવશે. ત્યારબાદ તેનું દેશના વિવિધ ઉદ્યોગો, વીજ ઉત્પાદન એકમો અને અન્ય ક્ષેત્રોમાં ગેસ પુરવઠા માટે વિતરણ કરવામાં આવશે.અત્રે નોંધપાત્ર છે કે દહેજ એલએનજી ટર્મિનલનું પેટ્રોનેટ એલએનજી લિમિટેડ દ્વારા સંચાલન થાય છે.મહત્વપૂર્ણ બાબત એ છે કે ટર્મિનલની વાર્ષિક ક્ષમતા ૨૨.૫ એમએમટીપીએ (MMTPA) છે.દહેજ ટર્મિનલ એ માત્ર ભારતનું જ નહીં, પરંતુ વિશ્વનું આઠમું સૌથી મોટું અને વાર્ષિક ક્ષમતાના ધોરણે વિશ્વનું સૌથી વ્યસ્ત એલએનજી આયાત ટર્મિનલ છે. આ એકમાત્ર ટર્મિનલ દેશની કુલ એલએનજી માંગના લગભગ ૪૦ ટકા જેટલો હિસ્સો પૂરો પાડે છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!