ભરૂચ વહીવટી તંત્રે કરોડોનું ગેરકાયદે માટી ખનન અને રોયલ્ટી ચોરી ઝડપી પાડી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે ગેરકાયદેસર માટી ખનન અને રોયલ્ટી ચોરી ઝડપી પાડી માટીચોરો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.જેને પગલે ભુમાફિયાઓ મા ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખનન માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ભરૂચ અને મામલતદાર શહેર તેમજ ગ્રામયની ટિમ દ્વારા ભરૂચ જિલ્લાના જુદા જુદા સ્થળોએ આકસ્મિક રેડ કરી તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી અને ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ થયો છે.તા.૧૮ જૂનના રોજ મોડી રાત્રે ૧:૩૦ કલાકે વહીવટી તંત્રની ટીમે વસ્તીખંડાલી ગામની સીમમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યા સ્થળ પર તપાસ કરતા પરવાનગી વગર અને મંજૂરી કરતા સરકારી નિયમોથી વધારે પ્રમાણમાં માટીનું ગેરકાયદેસર ખનન થતું ઝડપાયું હતું.

આ તમામ વાહનો અને મશીનરીને સ્થળ પર જ જપ્ત કરી, કાયદેસરની આગળની કાર્યવાહી અર્થે ભૂસ્તરશાસ્ત્રી વિભાગને સુપ્રત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, તંત્ર દ્વારા ચૌલાદ ગામે પણ માટી ખનન સંદર્ભે તપાસ કરવામાં આવી હતી, જ્યાં મોટાપાયે રોયલ્ટી ચોરી પકડાઈ હતી.

તેમજ ભરૂચ શહેર વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વિના ગેરકાયદેસર રીતે માટીનું વહન કરતી અન્ય ૩ ટ્રકો પણ ઝડપી પાડવામાં આવી હતી.સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ખનન માફિયાઓ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રહેશે. તંત્ર દ્વારા હુંકાર કરાયો છે કે કોઈ પણ ચમરબંધીને શહે શરમ રાખવામાં આવશે નહિ.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!