વાગરા તાલુકા સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને વાવાઝોડા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. ઉનાળાના અસહ્ય ઉકાળા બાદ અચાનક આવેલા આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ હતી,

પરંતુ તેની સાથે જ ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. રાત્રીના સમયે ફૂંકાયેલા જોરદાર પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે તાલુકાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.અને સમગ્ર પંથક અંધારપટમાં ડૂબી ગયો હતો. આ ઉપરાંત, ભારે પવનના લીધે ઈન્ટરનેટના કેબલો તૂટી જવાના બનાવો પણ સામે આવ્યા હતા, જેના કારણે સંચાર વ્યવસ્થાને માઠી અસર પહોંચી હતી.

વરસાદનું જોર એટલું હતું કે વાગરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કમોસમી વરસાદના કારણે આ વિસ્તારમાં નાનું-મોટું મોટું નુકસાન થવાના અહેવાલો મળી રહ્યા છે. ખાસ કરીને વાગરામાં વિવિધ સ્થળોએ ચાલી રહેલી કન્ટ્રક્શન સાઇટ પર ભારે નુકસાની સર્જાઈ હતી, જ્યાં ખુલ્લામાં રાખેલો સિમેન્ટનો મોટો જથ્થો વરસાદી પાણીમાં પલળી જતાં બગડી ગયો હતો. આમ, અકાળે આવેલા આ વરસાદે ક્યાંક ગરમીથી રાહત આપી તો ક્યાંક નુકસાનીનું વળતર ચૂકવવાનો વારો લાવ્યો હતો.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









