વાગરના સાયખા GIDCની કંપનીમાં ગરમ પાવડર ઉડતા ગંભીર રીતે દાઝેલા કામદારની હાલત ગંભીર બનવા પામી હતી. સાયખા GIDCની સાયખા એન્વાયરો નામની કંપનીમા ગંભીર અકસ્માત સર્જાયો હતો.કંપનીમા ફરજ બજાવતા અજયભાઈ મુન્નાભાઈ નિનામા ઉ.વ.૨૪ ગંભીર રીતે દાઝી ગયાની માહિતી પ્રાપ્ત થઈ છે. સવારે અંદાજે ૧૧ વાગ્યાની આસપાસ ઘટના ઘટી હતી,શ્રમિક કંપનીના સ્પ્રે ડ્રાયર પ્લાન્ટમાં સાયકલોન મશીનમાં જામી ગયેલા પાવડરને સાફ કરવાની કામગીરી કરી રહ્યૌ હતો. ત્યારે સફાઈ દરમિયાન અચાનક જ મશીનમાં જામી ગયેલો ગરમ પાવડર ભારે દબાણ સાથે મેન્યુઅલમાંથી બહાર ફેંકાયો હતો.ગરમ પાવડર સીધો શ્રમિક અજયભાઈ પર પડતા તેઓ ગળાથી લઈને કમર સુધીના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને પગલે કંપનીમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે વાગરા પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









