દહેજમાં એલીવસ લાઈફ સાયન્સમાં આગ લાગતા 3 કામદારો દાઝ્યા હતા.આગ ને પગલે કંપની સંકુલમાં અફરા તફરી મચી જવા પામી હતી.વાગરા તાલુકાની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આગની ઘટનાઓનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.દહેજ સ્થિત Alivus Life Sciences Limited કંપનીમાં એકાએક અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ઘટનાને પગલે આસપાસની કંપનીઓ અને વસાહતમાં ભયની લાગણી પ્રસરી જવા પામી હતી.આગની ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.ભારે જહેમતને અંતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા સાંપડી હતી.કંપનીમાં લાગેલ આગમાં કામ કરી રહેલા ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી ગયાની માહિતી પ્રાપ્ત થઈ છે. આગમાં દાઝેલા ત્રણેય કામદારોને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કામદારો ની હાલતને જોતા પ્રાથમિક સારવાર બાદ વધુ ગંભીરતાને ધ્યાનમાં રાખી તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









