ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ-૨૦૨૬”નો પ્રારંભ કરાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ-૨૦૨૬”નો પ્રારંભ કરાયો હતો.ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.ભરૂચ જિલ્લામાં તા.૨૭ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પૂર, વાવાઝોડું આગ, ભૂકંપ સહિત વિવિધ આપત્તિઓ સમયે કરવાના અને ન કરવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

વિવિધ પ્રાયોગિક પ્રવૃત્તિઓ, માર્ગદર્શક વ્યાખ્યાનો અને જીવંત પ્રદર્શન દ્વારા બાળકોમાં આપત્તિ સમયે સુરક્ષિત વર્તન અંગે જાગૃતિ વિકસાવવામાં આવશે.આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની અંદાજે ૧૪૫oજેટલી શાળાઓમાં ૯૫૬૮૭ જેટલા બાળકો, ૩૫૨૪ જેટલા એસ.એમ.સી.ના સભ્યોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ અન્વયે ફાયર વિભાગ, ૧૦૮ ઈમર્જન્સી સેવા, આર.ટી.ઓ.વિભાગ, અન્ય સંસ્થાઓના સહકારથી તાલીમ અને ડેમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ આપત્તિ સમયે તાત્કાલિક અને યોગ્ય પ્રતિસાદ આપી શકે.રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીના હસ્તે કાર્યક્રમનો ઑનલાઇન પ્રારંભ કરાયા બાદ જિલ્લા કક્ષાનો ઉદ્ઘાટન સમારોહ ભરૂચ તાલુકાની નવા તવરા અને જુના તવરા પ્રાથમિક શાળામાં યોજાયો હતો.શાળા સલામતી સપ્તાહનું જિલ્લા સ્તરે સંકલન જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી મોહંમદવારીસ એન. ઘડીયાળી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!