આણંદ જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓ માટે “પરીક્ષા સારથી” હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.આણંદ જિલ્લામાં આગામી ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૬ માં યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કે વાલીઓને પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન કોઈ પણ મૂંઝવણ હોય કે માર્ગદર્શન મેળવવું હોય તો તે માટે કલેકટર કચેરી આણંદ ખાતે જિલ્લા કલેકટર દ્વારા મનોશારીરિક પ્રશ્નોના સમાધાન માટે કાઉન્સિલરોના ટેલીફોનિક હેલ્પનંબર જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષા સારથી કાઉન્સેલિંગ હેલ્પલાઇન તા ૨૭ થી ૧૮ માર્ચ સુધી સવારે ૯ થી સાંજના ૬ કલાક સુધી કાર્યરત રહેશે.બોર્ડની પરીક્ષા આપનાર કોઈપણ વિદ્યાર્થી કે વાલીઓ મૂંઝવણ કે માર્ગદર્શન માટે આ પરીક્ષા સારથી હેલ્પલાઇન સેવાનો ઉપયોગ કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર આણંદ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા કલેકટરે અનુરોધ કર્યો છે.

આ પરીક્ષા સારથી કાઉન્સેલિંગ હેલ્પલાઇનમાં પ્રોફેસર, આચાર્ય, વર્ગ-૨ ના અધિકારી અને મદદનીશ શિક્ષક મળીને ૧૧ કાઉન્સિલરો ના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. તેઓ વિદ્યાર્થીઓને ટેલીફોનિક માર્ગદર્શન, તેઓની મૂંઝવણ દૂર કરશે અને મનોશારિરીક પ્રશ્નોનું સમાધાન કરશે, તેમ જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ જણાવ્યું છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, આણંદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









