આણંદ ના હાડગુડ ખાતે તા.૧૧ જાન્યુઆરીને રવિવારે પીર સૈયદ કમાલુદ્દીન કાદરી ના આસ્તાના નજીક આઠમા સમૂહ લગ્નોત્સવ નું આયોજન હાડગુડ ના એસ.કે.મુસ્લિમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.સમૂહલગ્નમા ૧૨ યુગલો નિકાહ ના પવિત્ર બંધનમાં બંધાશે.મુસ્લિમ સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચા તેમજ કુરિવાજો ને દૂર કરવાના ઉદ્દેશ સાથે યોજાનાર સમૂહ લગ્નમાં મુસ્લિમ સમાજના વિવિધ અગ્રણીઓ હાજર રહી દુલ્હા-દુલ્હનને પોતાની નેક દુઆઓથી નવાજશે. એસ.કે.ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહલગ્ન ને સફળતા પૂર્વક પૂર્ણતાના આરે પહોંચાડવા માટે એસ.કે.ગ્રુપની સાથે સમસ્ત હાડગુડ મુસ્લિમ સમાજના નવયુવાનો તડામાર તૈયારીઓમાં જોતરાઈ ગયા છે.તેમ એક અખબારી યાદીમાં એસ.કે.ટ્રસ્ટ ના પ્રમુખ મુસ્તાક અલી સૈયદે જણાવ્યું છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









