જંબુસરમાં રસ્તે ચાલતી મોટરસાઇકલ ભડભડ સળગી ઉઠી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર નગરમાં રસ્તે ચાલતી મોટરસાઇકલ ભડભડ સળગી ઉઠી હતી.સમયસર કાર્યવાહી થતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી.શોર્ટ સર્કિટ કે ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઇ રહી છે.ભરૂચ ના જંબુસર શહેરમાં અતિ વ્યસ્ત ડેપો સર્કલ વિસ્તારમાં એક ચાલતી મોટરસાઇકલમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરા તફરી સર્જાઈ હતી.

બાઈકમાંથી અચાનક ધુમાડો નીકળ્યા બાદ તરત જ થોડી ક્ષણોમાં આગ ભભૂકી ઊઠી હતી,જેથી માર્ગ પર અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.આગ લાગતાં વાહનચાલકે તાત્કાલિક બાઈક રસ્તાની બાજુએ ઊભી કરી દીધી હતી.બાઇકમાં આગ લાગતા જ આસપાસના સ્થાનિક દુકાનદારો તેમજ વાહનચાલકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સમયસર આગ બુઝાવાતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી અને કોઈ જાનહાની થવા પામી નહોતી.

જોકે આગની ઘટનામાં મોટરસાઇકલને ભારે નુકસાન થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ કે ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.બનાવની જાણ થતા સ્થાનિક તંત્રએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ જંબુસર,

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!