આમોદના મચ્છી માર્કેટમાં ગટરો ઉભરાતા રસ્તા પર પાણી ફેલાયો :: ગંદકીને પગલે પાલિકામાં સામે રોષ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર ફરી વળતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ છે, જેથી સ્થાનિક નગરજનો માં પાલિકા વિરુદ્ધ ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આ સમસ્યા અંગે નગરપાલિકા તંત્ર સમક્ષ વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવતા લોકોમાં તંત્રની બેદરકારી સામે ઉગ્ર રોષ વ્યાપી જવા પામ્યો છે. ઉભરાતી ગટરોને કારણે જાહેર રસ્તાઓ પર ગટરનું પાણી ફેલાયેલું રહે છે, જેનાથી વાહનચાલકો, રાહદારીઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આરોગ્યની દૃષ્ટિએ પણ આ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે, કારણ કે વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય લોકોમાં વ્યાપી રહ્યો છે. વિશેષ ચિંતાજનક બાબત એ છે કે મચ્છી માર્કેટ વિસ્તાર રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે અને આમોદ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર હોવા છતાં સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.જેથી તંત્ર પ્રત્યે લોકોની નારાજગી વધી રહી છે. સ્થાનિકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે ખુલ્લેઆમ આક્રોશ સાથે માંગ કરી છે કે નગરપાલિકા તંત્ર દ્વારા તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નગરજનોએ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ, 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!