પોકસોની ફરિયાદ નોંધવામાં વિલંબ કરનાર ભરૂચ પોલીસ ના અધિકારીઓને હાજર થવા કોર્ટ દ્વારા ફરમાન જારી કરવામાં આવતા પોલીસ બેડા મા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.સગીર વયની બાળકી પર થયેલા પોસ્કો જેવા ગંભીર ગુનાની ફરિયાદ લેવામાં પોલીસે કરેલા અકારણે વિલંબને લઈને કોર્ટ દ્વારા પોલીસ વિરુદ્ધ કરડી આંખ કરવામાં આવી હતી.સગીરાના પરિજનો ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ના ચક્કર કાપતા રહ્યા,પરંતુ યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી ન થતાં અંતે પીડિતાને ન્યાયની માંગ સાથે કોર્ટના દ્વાર ખખડાવવા પડયા હતા.કોર્ટ દ્વારા કરવામાં આવેલી ઈન્કવાયરીમાં સ્પષ્ટ થયું હતું કે નબીપુર પોલીસ મથકના તત્કાલીન અને હાલ ભરૂચ એસઓજી ના પીઆઇ એ. એચ. છૈયા તેમજ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ આર. કે. દેસાઈ, પી.એસ.ઓ હેકો જીગર હરગોવિંદભાઈ અને તત્કાલીન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની બેદરકારીને કારણે ફરિયાદ લેવામાં અનાવશ્યક વિલંબ થયો હતો. પરિણામે કોર્ટએ આ તમામ અધિકારીઓને ૧૬ ડિસેમ્બરે પોસ્કો કોર્ટમાં વ્યક્તિગત હાજરી આપવા કડક આદેશ આપ્યો હતો. પીડિતાના વકીલની ધારદાર દલીલો અને ન્યાય માટેની અવિરત લડતના પગલે કોર્ટએ ન્યાયના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. મહિલા સુરક્ષા અને સલામતીના મોટા મોટા દાવાઓ વચ્ચે પોસ્કો પીડિતાની ફરિયાદ નોંધવામાં મોડું થાય અને આરોપીને બચાવવાનું કુણું વલણ હદયદ્રાવક અને ચિંતાજનક છે. કોર્ટના આ પગલાથી હવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે.તો બીજી તરફ પીડિતાને ન્યાય મળે તેવી આશા મજબૂત બની છે.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ,

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









