ભરૂચના માંચ ગામે વાડામાં ગાંજાનું વાવેતર કરનાર શખ્સ ને એસઓજી એ પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.”નો ડ્રગ્સ ઇન ભરૂચ” કમ્પેઈનના ભાગ અંતર્ગત નબીપુર પોલીસ મથક વિસ્તારમાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના ૬ છોડ જેનુ વજન ૨૨ કિલો ૪૦૦ ગ્રામ,અંદાજિત કિ.રૂ. ૧૧,૨૦, ૦૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પો.ઈન્સ. એ.વી.પાણમીયા તથા પો.ઈન્સ એ.એચ.છૈયા નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીટીમ દ્વારા જીલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવતા એએસઆઈ રાજેન્દ્રભાઈ નાથાભાઈને બાતમી મળી હતી કે માંચ ગામમાં એક શખ્સ વાડામાં ગાંજા નું વાવેતર કરે છે.તેથી બાતમી વળી જગ્યાએ પોલીસે રેઈડ કરતા આરોપી જીવણભાઈ ઈશ્વરભાઈ વસાવાએ પોતાના કબજા ભોગવટના બકરા બાંધવાના કાચા ઝુપડાના વાડામાં વનસ્પિતજન્ય લીલા ગાંજાના છોડ નંગ-૬ નુ બીનઅધિકૃત રીતે તથા વગર પાસ પરમીટે વાવેતર કરી વનસ્પિતજન્ય ગાંજાના લીલા છોડ જેનું વજન २२.४०० કિ.ગ્રા., કિ.રૂ ૧૧,૨૦,૦૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે આરોપી વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ મુજબ નબીપુર પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









