નવસારી જિલ્લાના બિલિમોરા દેશરા ખાતે એકબીજાની મદદગારીથી એક્ટિવા મોપેડ રજી. નં. GJ-21-BJ-7694 तथा અપ્રિલિયા મોપેડ રજી. નં. GJ-21-BP-3973 ના ચાલકોએ પોતાના કબ્જાની મોપેડ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી જાહેર માર્ગ પર અન્ય નાગરિકોની જીંદગી જોખમમાં મૂકી હતી. પ્રાપ્ત માહિતી મુજબ બંને મોપેડ ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરી બેદરકારીપૂર્વક વાહન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન માર્ગ પર આવતા અન્ય વાહનચાલકો તથા રાહદારીઓને ગંભીર અકસ્માતની શક્યતા ઊભી થઈ હતી. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળ્યો હતો અને આવા બેદરકાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જાહેર સલામતીને ધ્યાને લઈ ટ્રાફિક વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તથા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું છે.પ્રશાસન દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત વાહનચાલન કરવા અપીલ કરવામાં આવી છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









