યુપીએલ યુનિવર્સિટી ખાતે નજીવી બાબતે બે છાત્રો બાખડતા ચાર છાત્રો એ ભેગા મળી એક વિદ્યાર્થી પર હુમલો કરતા યુનિવર્સિટી વર્તુળો મા ચકચાર વ્યાપી જવા પામી હતી.બનાવ અંગે પ્રાપ્ય વિગતો મુજબ રાજપારડી ગામના નહેરૂ ફળિયામાં રહેતા ફૈઝાન મયુદ્દીન રાજ વાલિયા રોડ પર આવેલી યુપીએલ યુનિવર્સીટી કોલેજમાં બીએસસીમાં અભ્યાસ કરે છે. તે અને તેનો મિત્ર આનંદ કોલેજના બીજા માળે તેમના ક્લાસરૂમની બહાર ઉભા હતાં. તે દરમિયાન તેમની કોલેજમાં જ અભ્યાસ કરતો શિવમ તેની પાસે આવ્યો હતો. અને તું કેમ મારી સામે આંખો કાઢીને જૂએ છે તેમ કહીં ને ફૈઝાનના એકદમ નજીક આવી જતાં ફૈઝાને તેને ધક્કા માર્યો હતો.તે અરસામાં સાંઇરામ તેમજ યશ નામના બે જણા આવી પહોંચ્યા હતા.જેમણે તું શિવમ સાથે કેમ બોલાચાલી કરે છે તેમ કહીં તેને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં.દરમિયાન પુંજનભાઇ કરીને અન્ય એક યુવાને પણ આવી અપશબ્દો ઉચ્ચારતાં તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી.

ફાઈલ ફોટો
ત્યારબાદ બાદ પુજને તેને કોલેજની બહાર મળ તને જોઈ લઈશ તેમ કહીં ધમકીઓ આપી હતી. સાંજે સાડા ચારેક વાગ્યે ફૈઝાન કોલેજની બહાર જતાં તેને પકડી માર મારી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત ફૈઝાનને તાત્કાલિક નજીકના આરોગ્યકેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે છાત્રો એ ભેગા મળી હાથમાં પહેરેલ કડાથી માંથાના ભાગે ફૈઝાંન ને માર મારેલ જેથી તેને માંથાના ભાગે ચામડી ફાટી લોહી નીકળવા લાગેલ તથા પીઠના ભાગે મુઢમાર મારી ઇજાઓ પહોંચાડતા ફૈઝાન ને માથા ના ભાગે ૧૨ ટાંકા આવ્યા હતા.નોંધનીય છે કે ફૈઝાન ને શિવમ, સાંઈરામ, યશ તથા પુંજને ખરાબ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને તેઓ ચારેય જણાએ હાથમાં કડા પહેરેલ હોય જે ક ડાથી ફૈઝાન ને પીઠના પાછળના ભાગે કડાથી માર મારેલ અને માંથાના ભાગે પણ કડાથી મારી દેતા ચામડી ફાડી લોહી નીકળવા લાગેલ હતું.જેથી તેઓ ફૈઝાન ને મુકીને ત્યાંથી જતા રહયા હતા જેથી ફૈઝાને તેના પિતાજી મયુદ્દીન ને વિડીયો કોલ કરીને માથામા વાગેલ ઇજાઓ બતાવેલ.સદર ઘટના બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









