દહેજ શિવા ફાર્માકેમ કંપની માં રીએક્ટર ફાટતા બે કામદારો ના મોત, એક ની હાલત ગંભીર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દહેજ ની શિવા ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક કોઈક કારણોસર રીએક્ટર ધડાકા ભેર ફાટતા ત્રણ કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા.જેમાથી બે કામદારો મોત ને ભેટ્યા હતા.જ્યારે એક કામદાર ને વડોદરા ની ખાનગી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં આઈ સી યુ માં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હોવાની સત્તાવાર વિગતો જાણવા મળી છે.

રીએક્ટર મા બ્લાસ્ટ થતા દહેજ ના મનાડ ગામના પટેલ ફળિયા માં રહેતા અર્જુનભાઈ પરબતભાઈ પટેલ ઉં.વ.૨૮ તેમજ પરમાર પ્રવીણભાઈ મનસુખભાઇ ઉં.વ. ૩૫ રહે પાલડી ગામ તા.વાગરા,જી-ભરૂચ નેવડોદરા ની બી.એ.પી.એસ.શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ અટલાદરા,વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.પરંતુ ગંભીર રીતે આખા શરીરે દાઝેલા બને કામદારો ને ફરજ પરના ડોકટર ડી.ડી પટેલ દ્વારા મૃત જાહેર કરાયા હતા.ઉલ્લેખનીય છે કે બંને કામદારો શીવા ફાર્માં કંમ્પની દહેજ ખાતે કામ કરી રહ્યા હતા ત્યારે રીએકદર ફાટી જતાં સપૂર્ણ શરીરે દાઝી જવાથી બને નું મોત થયું હતું.

જ્યારે બેભાન હાલતમા સોલિન્દ્ર સિંગ યાદવ ઉ.વ.૪૩ હાલ રહે-ત્રાંકલ ને આઈસીયું માં દાખલ કરાયા છે.ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ SEZ-1 માં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી વણઝારમાં વધુ એક કરુણ ઘટનાનો ઉમેરો થયો છે. ગત મોડી રાત્રે શિવા ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં થયેલા ભયાવહ બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં નિર્દોષ બે કામદારોએ જીવ ગુમાવવા નો વારો આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, નજીકમાં કામ કરી રહેલા કામદારોને બચવાનો કોઈ મોકો જ મળ્યો ન હોતો. ઘટનાની જાણ થતા જ સેફટી એન્ડ હેલ્થ વિભાગ, સ્થાનિક પોલીસ અને વાગરા મામલતદારની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જોકે, આ પ્રકારની ઘટનાઓ પછી થતી તપાસ અને કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ હોય છે. તેવો ગણગણાટ કામદાર સંગઠનો અને સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.ઔદ્યોગિક વસાહતમાં છાસવારે બનતી ઘટનાઓ એક ગંભીર સવાલ ઉભો કરે છે, કે શું ખરેખર કંપનીઓ કામદારોની સુરક્ષા પ્રત્યે ગંભીર છે? દહેજ જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્રમાં જ્યાં કરોડો રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટ્સ કાર્યરત છે, ત્યાં સામાન્ય સુરક્ષાના નિયમોનું પાલન શા માટે નથી થતું? શું આ ઘટનાઓ માત્ર “અકસ્માત” છે, કે પછી કંપનીઓની બેદરકારી નું પરિણામ? નિર્દોષ કામદારોના મોત છતાં જવાબદારો સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે. શિવા ફાર્મા કંપનીમાં થયેલો આ બ્લાસ્ટ માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યેની ઉપેક્ષા અને નિયમનકારી સંસ્થાઓની નબળાઈનો પુરાવો છે.

ત્યારે આવી ઘટનાઓ બાદ માત્ર તપાસના આદેશો આપીને સંતોષ માનવાને બદલે, દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાય અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે કાયમી ઉકેલ શોધવામાં આવે, જેથી કરીને કામદારો સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે અને તેમના પરિવારોએ આવી કમકમાટીભરી ઘટનાઓનો ભોગ ન બનવું પડે.

સૈયદ અમજદ(બાપુ)

 

વિડિયો:- સદ્દામ બી ભટ્ટી વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!