ભરૂચના TDO એ RTI નો ભંગ કરતા ફરી દંડાયા :: માહિતી પૂરી ન પાડતા આયોગે રૂપિયા પાંચ હજાર નો દંડ ફટકાર્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ના હિંગલોટ ગામના સુહેલ યુનુસ મુન્શી એ હિંગલોટ ગામમાં થતા ભ્રષ્ટાચાર બાબતે એક વર્ષ અગાઉ ભરૂચ ના તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી માંગી હતી.પરંતુ નિયત સમય વીતી જવા છતાંય અરજદાર ને માહિતી ન મળતા સુહેલ મુન્શીએ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ને પ્રથમ અપીલ કરી હતી.ત્યાર બાદ પણ માહિતી ન મળતા સુહેલ ભાઈ એ ગુજરાત માહિતી આયોગમાં ઘા નાંખી હતી.ત્યારે આ માનલે યોગ્ય દ્વારા સમગ્ર પ્રકરણના અભ્યાસ બાદ ભરૂચ ના તાલુકા વિકાસ અધિકારી લાડુમોર ને રૂપિયા પાંચ હજાર નો આયોગે દંડ ફટકાર્યો હતો.

માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નાગરિકોને સમયસર માહિતી પૂરી પાડવામાં વારંવાર નિષ્ફળ રહેવા બદલ ભરૂચના તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર ને રાજ્ય માહિતી આયોગે ફરી એકવાર રૂપિયા ૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. આ ઘટના સરકારી બાબુઓ ની બેદરકારી અને આપખુદશાહી નો એક જીવંત દ્રષ્ટાંત પૂરો પાડે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કેટલીક ચોક્કસ માહિતીની માંગણી કરી હતી. જોકે,તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે નિયત સમયમર્યાદા મા ઉક્ત માહિતી પૂરી પાડવામાં આવી ન હતી.જેથી અરજદારની ફરિયાદને પગલે માહિતી આયોગે આ મામલે કડક વલણ અપનાવી, લાડુમોરને દંડ ફટકારવાનો આદેશ કર્યો હતો.

આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ છે, કે નરેશ લાડુમોર સામે RTI ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી.વિશ્વસનીય સૂત્રો થકી મળતી માહિતી મુજબ, ભૂતકાળમાં જ્યારે તેઓ આમોદના ટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા,ત્યારે પણ તેમને સમયસર માહિતી આપવા મા વિલંબ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. એક જ અધિકારી દ્વારા વારંવાર આવી ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાથી તેમની કાર્યશૈલી અને જવાબદારી પ્રત્યેની ગંભીરતા સામે અચૂક પ્રશ્નાર્થ ઉભો થયા વિના રહેતો નથી.

RTI ના કાયદાને ઘોળી ને પી ગયા, શું કાયદાનું કોઈ મૂલ્ય જ નથી…??? :

માહિતી અધિકાર નો કાયદા નો ઉદ્દેશ્ય સરકારી કામકાજમાં ગુપ્તતાને દૂર કરી,પારદર્શિતા સાથે નાગરિકોને માહિતી જાણવાનો અધિકાર આપવાનો છે. આવા સંવેદનશીલ કાયદાનું સરકારી અધિકારીઓ દ્વારા ઉલ્લંઘન એ માત્ર બેદરકારી નથી, પરંતુ લોકશાહીના મૂલ્યો અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન છે. આવા જાડી ચામડી ધરાવતા અધિકારીઓ સામે માત્ર દંડ નહીં, પરંતુ વધુ કડક વહીવટી કાર્યવાહી થવી પણ અત્યંત જરૂરી છે. ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય અને નાગરિકોને સમયસર માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લેવી પડશે. શું સરકાર આવા બેદરકાર અધિકારીઓ સામે માત્ર દંડ ફટકારીને સંતોષ માનશે, કે પછી તેમને જવાબદાર ઠેરવીને કડક પગલાં લેશે? આ સવાલ હાલ તો નાગરિકોના મનમાં ઘુમરાઈ રહ્યો છે.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!