અંકલેશ્વર નો યુવા ખેડૂત શેતુર ની ખેતી કરી અન્ય માટે પ્રેરણારૂપ બન્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અંકલેશ્વર ના યુવા ખેડૂતે શેતુર ની ખેતી ની અનોખી પહેલ કરી ને અન્ય ખેડૂતો માટે દ્રષ્ટાંતરૂપ બન્યો હતો. આપણી આજુ-બાજુમાં એવા કેટલાય ફળ છે જે ઔષધિનું કામ કરે છે પણ જાણકારીના અભાવે આપણે તેનો લાભ લઈ શકતા નથી આવું જ એક કરામતી ફળ છે શેતૂર દેખાવે એકદમ સુંદર અને સ્વાસ્થ્યવર્ધક તે જોવામાં લાલ કાળા અને સફેદ આકારમાં ઊભરેલા દાણાદાર પરતવાળું ફળ છે.

ગુજરાતના ફળ બજારમાં શેતુર બહુ ઓછા વેચાય છે પરંતુ તેનો ભાવ ઘણો વધારે છે શેતૂર એક ઔષધીય ફળ છે કે જે ઘણા વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે પોષક તત્વોથી ભરપૂર શેતુરમાં અસંખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ની સામે રક્ષણ મેળવવા માટે ક્ષમતા ધરાવતા હોય છે બીજી તરફ શેતુરના પાન રેશમના કીડાઓ ને ખવડાવી તેનો ઉછેર કરી કોશેટો માંથી રેશમ પણ મેળવાય છે.

ઉનાળામાં જોવા મળતું શેતુર ફળની ખેતી કરતા અંકલેશ્વરના ખેડૂત રાહુલભાઈ વામજા પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે, પોતાના ખેતરમાં પરંપરાગત ખેતીની સાથે શેતુરની ખેતી કરી રહ્યાં છે તેઓ એ ચાર વર્ષ પહેલા શેતુરના છોડ લાવી ખેતરમાં વાવેતર કર્યું હતું. આજે પરંપરાગત ખેતી સાથે ઓછી માવજત થી શેતુરના વૃક્ષ ઉપર મબલખ પાક આવવાની શરૂઆત થઈ છે. હાલ માર્ચ અને એપ્રિલ મહિના મા શેતુરના ઝાડ ઉપર મબલખ ખાટામીઠા ફાળો આવ્યા છે.તેઓ વધુમાં ઉમેર્યું હતું કે,પાંચ સાત વર્ષ પહેલાં શેતૂરનો છોડ વાવેલો હતો.તે અત્યારે વૃક્ષનું સ્વરૂપ ધારણ કરીને મબલખ પાક આપવાનું શરૂ કરી દીધું છે અને જેમ જેમ તેના જૂના ફળોને તોડતા જઈએ તેમ તેમ તેના પર બીજા અઢળક ફળો આવે છે. તમામ ફળોમાં એકસરખી મીઠાશ હોય છે બજારમાં તેની કિંમત ૨૫૦ થી ૩૦૦ રૂ ની વચ્ચે હોય છે. પરંતુ તમે તમારા ઘરના આંગણામાં જો તેનો નાનો એવો છોડ લાવીને વાવી દેશો તો તમને વર્ષોવર્ષ તેનો લાભ મળતો રહેશે ઉનાળા મા તેનું જ્યુસ પીવાથી અથવા તેને ખાવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી તકલીફો નિવારી શકાય છે.

રાહુલ વામજા એ અપનાવેલ શેતુરની ખેતીને જોઈને અન્ય ખેડૂતો પણ તેમના ખેતરમાં શેતુર ની ખેતીનું માર્ગદર્શન લેવા માટે મુલાકાત લઇ રહયા છે. શેતુર સહિત ફળપાક ની ખેતીની માહિતી મેળવી શેતુર ની ખેતી કરવાનું વિચારી રહ્યાં છે. આમ આ યુવા ખેડૂત રાહુલ વામજા શેતુર ની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

સૈયદ અમજદ (બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!