વાંઘરોલી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી શાળા ના ધોરણ ૮ ના છાત્રો નો વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. વાંઘરોલી ગામના સરપંચ રફિકભાઈ મલેક ની અધ્યક્ષતામાં ધોરણ ૮ ના છાત્રો નો વિદાય,સન્માન અને આર્શીવચન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી હતી.જેમાં એસએમસી વાંઘરોલી અધ્યક્ષ ભીખાભાઈ પરમાર,સી.આર.સી..ફરજાનાબેન,મુસ્તકીમભાઈ મલેક (માસ્તર) અને શાળા પરિવારની હાજરીમાં સૌએ બાળકો ને આશીર્વાદ સાથે વધુ અભ્યાસ કરી પરિવાર, ગામની, શાળાની પ્રગતિ કરો તેવી વિવિધ ઉદાહરણો સાથે સમજ આપવામાં આવી હતી. ધોરણ ૮ ના વિધાર્થીઓ એ પ્રસંગ ને અનુરૂપ પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.અને વિદાય કાર્યકમ ને ખરા અર્થમાં સાર્થક બનાવાયો હતો. ધોરણ ૬ ની વિધાર્થી ની દ્વારા પોતાના જ સિનિયર વિધાર્થીઓ ના એક સારા સહપાઠી તરીકે ના અનુભવો ની યાદી તૈયાર કરવામાં આવી.ધો.૬ થી ૮ ના સિનિયર શિક્ષક રાજેશભાઇ એ સુંદર વિદાય ગીત રજૂ કરતા હાજર તમામ લોકો ની આંખ માંથી આંસુ સરી પડયા હતા.

ધોરણ ૮ ના વિધાર્થી ઓ દ્વારા શાળાના તમામ બાળકો ને ચોકલેટ વિતરિત કરવામા આવી હતી.કેક કાપી ને બાળકો દ્વારા વિદાય ની ઉજવણી કરવામાં આવી હતી.ધોરણ ૮ ના વિધાર્થીઓ દ્વારા શાળામાં ફોટો ફ્રેમ ની ગિફ્ટ આપવામાં આવી હતી.આચાર્ય નરેન્દ્રકુમારે દરેક બાળકને બોલપેન આપી સતત અને કઠિન અભ્યાસ કરવાની હાકલ કરી હતી. ગામના દાતા મુસ્તકીમભાઈ મલેક તરફથી રોકડ રકમ આપી છાત્રો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના તમામ ૨૪૨ બાળકો નું પ્રીતિ ભોજન ના દાતા એમડીએમ સંચાલક ફરજાનાબેન, એસએમસી સભ્ય જાયદાબીબી શેખ અને આચાર્ય વાંઘરોલી નરેન્દ્રકુમાર જે.માયાવંશી, ધોરણ આઠના વર્ગ શિક્ષક રાકેશભાઈ પટેલ, બાલાસિનોરના વેપારી ભીખાભાઈ દરજીના સહયોગથી બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું.

વિદાય વખતે વિધાર્થીઓ ની આંખો અશ્રુ થી છલકાઈ ગઈ હતી.ખરા અર્થ માં શાળા અને શિક્ષક સ્ટાફ પ્રત્યેનો વિદ્યાર્થીઓ નો પ્રેમ અશ્રુમાં છલકાયેલો જોવા મળ્યો હતો. શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ અસરકારક ભાષામાં ઉદ્દધોશક તરીકે ની ઉત્કૃષ્ટ કામગિરી નિભાવી હતી.

શાળાના તમામ શિક્ષકો એ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

યાસીન શેખ,અંગાડી

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!