સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અર્થે બોડલ કેમિકલ કંપની ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતા મા કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.વાગરા તાલુકા ના ઔદ્યોગિક ઝોન સાયખા ની બોડલ કેમિકલ કંપની મા સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન થકી સાયબર ગુનાઓ સામે જાગૃતિ કેળવાય તે સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ની અધ્યક્ષતા મા સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમ ની શરૂઆત મા ઉપસ્થીત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.આ તબક્કે એસ.આઈ.એ નાપ્રશાંત પટેલ દ્વારા મહેમાનો ને ઉષ્માભેર આવકાર અને સ્વાગત પ્રવચન કર્યા બાદ સાયબર સંબંધિત ગુનાઓ ની પ્રાથમિક માહિતી પર પ્રકાશ પાથર્યો હતો.

પી.આઈ.બારડે સાયબર અપરાધ શુ છે,તે કેવી રીતે આચરવામાં આવે છે,તેનાથી બચવા ના ઉપાયો,રાખવાની સાવચેતી બાબતે દિશા નિર્દેશ કર્યો હતો.વધુમાં તેઓએ કહ્યું હતું કે સાયબર ગુનેગારો મુખ્યત્વે ભોળા લોકો ને નિશાન બનાવે છે.ભરૂચ જિલ્લા ના દરેક પોલીસ સ્ટેશનમાં હાલ એક સાયબર એક્સપર્ટ ની નિમણૂક કરવામાં આવી છે.પી.આઈ.એસ.ડી.ફુલતારીયા એ સોશિયલ મીડિયા તેમજ નેટ બેન્કિંગ અને ઇન્ટર નેટ નો ઉપયોગ કરતા લોકોએ રાખવાની સાવધાની બાબતે વિગતો આપી હતી.સાયબર ગુનો બને એટલે તાત્કાલિક નજીક ના પોલીસ નો સંપર્ક સાધવા વાગરા પોલીસ ઇન્સ્પેકટરે ખાસ તાકીદ કરી હતી.તેમણે ન્યૂડ વિડીઓ કોલ નો શિકાર થયેલા લોકોએ સરમાવ્યા વિના ફરિયાદ કરવા આગળ આવવા જણાવ્યું હતું.

ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગના મલકેશ ગોહિલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમ ના ગુનાઓ અંગે ઉપસ્થિત લોકો ને માહિતગાર કર્યા હતા.સાથે જ તમામ લોકો ના ડેટા બજાર માં વેચાયા હોવાની વાત કરી હતી.અંગત ફોટાની પ્રાઇવેસી જાળવી રાખવાનો અનુરોધ કર્યો હતો.સાયબર ક્રાઇમ ના ગુના બનવા પાછળ જવાબદાર પરિબળો માંપ્રથમ પરિબળ માણસ ની માનસિકતા છે.માણસ માં રહેલોડર,લાલચ અને આળસ સાયબર અપરાધ ને પ્રોત્સાહન આપે છે.જ્યારે ટેક્નિકલ ભૂલ પણ સાયબર ગુનાઓ માટે જવાબદાર પરિબળ ગણાય છે.રેન્સવેર અથવા માલવેર હેકિંગ થકી પણ સાયબર ગુના આચરવામાં આવી રહયા છે.તેઓએ હાજર લોકો ને જાગૃતિ અને સાવધાની માટે ટુ સ્ટેપ વેરિફિકેશન, દર ત્રણ મહિને પાસવર્ડ બદલવાનો આગ્રહ રાખવા તાકીદ કરી હતી.

સાયબર ક્રાઇમ નો સહુથી વધુ શિકાર ભણેલા ગણેલા લોકો જ બને છે,ડીજીટલ એરેસ્ટ નો ફ્રોડ સારા સારા લોકો સાથે બની રહ્યો છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,વ્હેલ ફિશિંગ અંગે પણ લોકો ને માહિતગાર કરાયા હતા.ભરૂચ જિલ્લા એસ.પી.મયુર ચાવડાએ ટુ વહીલર ચલાવતા તમામ લોકો ને હેલમેટ પહેરવા અપીલ કરી હતી.કંપની તેમજ કંપની બહાર કર્મચારીઓ હેલ્મેટ પહેરે એનું કમ્પની ના સંચાલકો ધ્યાન રાખે તેવી તાકીદ કરી હતી.

ઉદ્યોગો ને સી.એન.આર અંતર્ગત પ્રોપર રીતે કેમિકલ વેસ્ટ નો નીકાલ કરવા સૂચના આપી હતી.સાયબર ક્રાઇમ સંદર્ભે લોકો ને પડતી તકલીફો ના નિવારણ માટે ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગ ભોગ બનનાર ની મદદ માટે તત્પર છે તેમ એસ.પી એ જણાબ્યુ હતું.

આ તબક્કે જંબુસર ડિવિઝન ના ડી.વાય.એસ.પી ચૌધરી, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના ઉદ્યોગકારો, કંપની કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ,અને આસપાસ ના ગામના અગ્રણીઓ,મહિલાઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સૈયદ અમજદ (બાપુ)









