બિસ્માર થયેલ રોડ ને રીપેરીંગ ના કરાતા દુકાનદારો અને વાહન ચાલકો હેરાન પરેશાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ નગરપાલિકા દ્વારા કરાયેલ ગટર લાઈનની કામગીરીના કારણે

ડભોઇ રાધે કોમ્પલેક્ષ પાસે થી એસ.ટી. ડેપો જવાના માર્ગ પર નવી ગટર લાઈન કામગીરી ચાલી રહી હતી. જે ઘણા સમયથી કામગીરી પૂરી થઈ ગઈ હતી. છતાં પણ ડભોઇ નગરપાલિકા દ્વારા રોડ રીપેરીંગ નહીં કરતા સરદાર બાગ પાસે એક ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રક ફસાઈ જતા જીસીબી લાવીને ટ્રક ને બહાર કાઢવામાં આવી હતી. રોજ બરોજ નાના મોટા વાહન ફસાવવાના બનાવો બની રહ્યા છે.ડભોઇ નગરપાલિકાના વહીવટી તંત્રની બેદરકારી ના કારણે હાલ પ્રજાને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.દર્ભાવતી બનાવવાની જગ્યા એ ખાડાનગરી બની રહી છે. છેલ્લા ૧૦ દિવસ ઉપરાંત થી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. છતાં પણ રોડ રીપેરીંગ ની કામગીરી ચાલુ કરવામાં આવતી નથી. 

આ રોડ રીપેરીંગ ન થવાના કારણે આગળ પાછળ ના દુકાનદારો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. ખાડાવાળા રોડ ના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. આ માર્ગ પર એસ.ટી. ડેપો આવેલ હોવાથી દિવસ રાત વાહન ચાલકો ને રાહતદારીઓથી ધમધમતો રહે છે. તેમ છતાંય અંધેર તંત્રના કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે વહેલી તકે ડભોઇ નગર પાલિકાના સત્તાધીશો આ રોડનું કામ પૂર્ણ કરાવે અને સત્વરે આ રોડ રીપેરીંગ કરે તેવી હાલ તો માંગ ઉઠવા પામી છે. તંત્રની બેદરકારીના કારણે હાલ વાહન ચાલકો અને દુકાનદારો પરેશાન થઈ ગયા છે. તેઓની રોજીરોટી પર પણ મોટી અસર પડી હોય તેવું દુકાનદારોમાં જોવા મળી રહ્યું છે. ડભોઇ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે આ રોડની કામગીરી પૂરી કરાય તો દુકાનદારો ને રાહત મળશે અને સાથોસાથ વાહન ચાલકો અને રાહદારીઓને પણ આ નવીન માર્ગથી રાહત મળશે.

ડભોઇ રાધે કોમ્પલેક્ષ થી એસટી ડેપો જવાના માર્ગ પર ગટર લાઈનનું કામ કરાયેલ હોવાથી રોડ બનેલ બિસ્માર જેના કારણે ટ્રક ફસાઈ જતા તેને જેસીબી થી કાઢવામાં આવી રહેલ છેજે તસવીરમાં નજરે પડે છે.

તસવીર :બાલકૃષ્ણ શાહ –ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!