ડભોઈ તાલુકામાં આંબા ઉપર મોર સારો આવતા ખેડૂતો માં ખુશી વ્યાપી ગઈ હતી.વસંત પંચમી સાથે આંબા પર મોરે વાતાવરણમાં પ્રાણ ફૂંક્યો હતો. આ વર્ષે કેરીના મબલખ પાકની આશા સેવતા પંથકના ખેડૂતો માં ખુશી વ્યાપી ગઈ હતી. ડભોઈ શહેર તાલુકામાં ફળોના રાજા કેરીના ઝાડ પર મોર આવી ગયા છે. જેને લઈને કેરીના મબલખ પાકની ખેડૂતો આશા રાખી રહ્યા છે. ત્યારે હવે મોસમ પણ તેની કરવટ ન બદલે અને જેવો મોર હિલોળે ચઢ્યો છે. તેમ કેરીઓ પણ હિલોળે ઝૂલે એવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે. વસંત પંચમીને લઈ વૃક્ષો લીલા છમ્મ જોવા મળી રહ્યાં છે. અને કુદરત સોળે કળાએ ખીલી વસંતની ફોરમ મહકાવી રહી છે. હાલ વાતાવરણમા પણ આહ્લાદક ઠંડો પવનની જપાટે આંબા પર મોર ડોલી રહ્યા છે.
ફળોના રાજા કેરીએ ગુજરાતીઓ માટે અમૃત કહેવામાં આવી રહ્યું છે. કાચી કેરીનું અથાણું એ ગુજરાતીઓ માટે આખા વર્ષનુ ભાથુ મનાય છે. આંબા પરના મોરને જોઈ ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. આંબાનો બગીચો કરતા ખેડૂતો માટે જાણે કુદરત મહેરબાન હોય એમ માની રહ્યાં છે. ડભોઈ શહેર તાલુકામાં આંબા પરના મોર અને ઠંડા પવનની લોકો મજા માણી રહ્યાં છે. કુદરત મહેરબાન રહે તો, કેરીના પાકની મબલખ આશા લોકો સેવી રહ્યા છે. ત્યારે મોસમ પણ તેનો મિજાજ ન બદલે અને ફળો નો રાજા કેરીનો મબલખ પાક હાલ જેમ મોર ઝૂલી રહ્યો છે. તેમ ઝૂલે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યાં છે.

આંબાનો બગીચો કરતા ખેડૂતોમાં આંબા પરના મોરને જોઈને ખુશી વ્યાપી ગઈ હતી. જે આંબાઓ તસવીરમાં નજરે પડે છે.
તસવીર :- બાલકૃષ્ણ શાહ- ડભોઇ









