ડભોઇ ઉમાસોસાયટી ખાતે આવેલ ઉમેેશ્વર મહાદેવ મંદિરના
ડભોઇ કોટ વિસ્તાર બહાર આવેલ ઉમાં સોસાયટી ખાતે ઉમેશ્વર મહાદેવ મંદિરનો ૨૫માં વર્ષ માં મંગળ પ્રવેશ થતો હોવાથી લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં ડભોઇ નગર પાલિકા પ્રમુખ બિરેન શાહ, નગરપાલિકા સભ્ય હર્ષાબેન ટીનાભાઇ ચૌહાણ, સોસાયટીના પ્રમુખ અને તમામ લોકો એ આ યજ્ઞનો લાભ લીધો હતો. ડભોઇ ઉમા સોસાયટી ખાતે આવેલ વર્ષો જૂનું મહાદેવના મંદિરને ૨૪ વર્ષ પૂર્ણ થતા ૨૫મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ઉમા સોસાયટીના સ્થાનિકો દ્વારા લઘૂરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં ૨૧ જોડાઓએ યજ્ઞ માં પૂજા અર્ચના કરી ધાર્મિક લાભ લીધો હતો. ઉમા સોસાયટીના સ્થાનિકો દ્વારા દર વર્ષે વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવે છે તેમજ ઉત્સવમાં અવનવા અને ધાર્મિક પ્રોગ્રામો કરવામાં આવે છે.
ડભોઇ ઉમા સોસાયટીમાં આવેલ ઉમેેશ્વર મહાદેવ મંદિર ના પરિસરમાં જ બળીયાદેવનું મંદિર અને અંબા માતાનું મંદિર આવેલ છે. જેને લઇ સ્થાનિકો દ્વારા દર વર્ષે અવનવા ધર્મિક પ્રોગ્રામ કરવામાં આવે છે. જ્યારે આજરોજ ઉમેશ્વર મહાદેવના મંદિરને ૨૪ વર્ષ પૂર્ણ થતા ૨૫ મા વર્ષમાં મંગળ પ્રવેશ કરાતા લઘુરુદ્ર યજ્ઞનો ભવ્ય આયોજ ન કરાયું હતું. જેમાં ૨૧ જોડાઓએ યજ્ઞમાં ભાગ લઈ પૂજા અર્ચના કરી હતી. પૂજા અર્ચના પછી સ્થાનિકો દ્વારા મહા પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. જેમાં ઉમા સોસાયટીના સ્થાનિકો તેમજ આજુબાજુના રહેવાસીઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

ડભોઇ ઉમા સોસાયટી ખાતે આવેલ ઉમેેશ્વર મહાદેવ મંદિરના ૨૫માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો જેમાં ૨૧ જોડાઓએ લાભ લીધો હતો.
તસવીર :- બાલકૃષ્ણ શાહ –ડભોઇ









