ડભોઇ તાલુકાના કરમાલ ગામની સિમમાથી ડભોઇ પોલીસે વિદેશી દારુ ભરેલ સ્કોર્પીઓ કાર સાથે બે બુટલેગરોને કિ,રૂ,૧,૧૨,૮૦૦ નો વિદેશી દારૂ સાથે ઝડપી પાડયા હતા અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ડભોઈ તાલુકાના કરમાલ ગામની નવીનગરીમા રહેતો બુટલેગર પોતે દારુ નો ધંધો કરવા માટે સ્કોરપીઓ કાર ભરીને વિદેશીદારુ મંગાવેલ હોવાની ડભોઈ પોલીસ ને બાતમી મળી હતી. જેથી પી.આઈ.કે. જે. ઝાલા સહીત ડી સ્ટાફ ના જવાનો એ મારતે ઘોડે બાતમી મુજબ ની જગ્યાએ જઈ ચારે તરફ થી વોચ ગોઠવી દારુ ભરેલ સ્કોપીઓ કાર સાથે બે બુટલેગરોને ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરતા વિદેશી દારુ વેચનારા બુટલેગરોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ડભોઈના પી.આઈ.કે. જે. ઝાલાએ ઉતરાયણ પર્વ અને તહેવારોને લઈ બાતમીદારો ને સક્રીય કર્યા હતા. સક્રિય બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે કરમાલ ગામ ની નવી નગરી મા રહેતા પરેશ કાલીદાસ બારીયાએ સ્કોપીઓ ગાડી જેનો નંબર-જી જે ૦૩ ડી એન ૦૫૩૦ માં વિદેશી દારુ નો જથ્થો મંગાવેલ છે. જે ગાડી થોડીવાર મા કરમાલ ગામે પહોંચવાની છે.જે બાતમી આધારે પી.આઈ. કે. જે. ઝાલાએ ડી સ્ટાફ ના જવાનો ને સાથે રાખીને કરમાલ ગામની સિમમા બાતમી મુજબ ની જગ્યાએ છાપો મારી ગાડી સહિત બે બુટલેગરો ને ઝડપી પાડયા હતા. આ સ્કોપીઓ ગાડી મા તપાસ કરતા વિદેશી દારુ નો જથ્થો કુલ બોટલો નંગ-૮૪૦, કિ.રૂ, ૧,૧૨,૮૦૦ મોબાઇલ નંગ- ૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦ સાથે સ્ક્રોપીઓ ગાડીની કિ.રુ, ૨,૫૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૩,૭૨,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બુટલેગરો ના નામઠામ પુછતા સુરેશભાઈ સરદારભાઈ મોર્ય ઉ.વ. ૨૬,રહે. અલીરાજપુર (એમ.પી.) અને પરેશભાઈ કાલીદાસ બારીયા રહે. કરમાલ, તા.ડભોઈ નો હોવાનુ જણાવતા બંન્ને ને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી આગળ ની તપાસ હાથ ધરી છે.

કુલ મુદ્દા માલ રૂપિયા ૩,૭૨,૮૦૦ નો ડભોઇ પોલીસે ઝડપી પાડેલ

અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ









