વાગરા પોલીસે ભેરસમ ગામ પાસે કાર માંથી ત્રણ લાખ ના દેશી દારૂ સાથે બે ને ઝડપી પાડયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા પોલીસે ચોક્કસ બાતમી ને આધારે ભેરસમ ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન એક સિલ્વર કલરની ઇક્કો કાર જી.જે.૧૬.સીએસ ૪૭૩૮ માંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસે કારમાંથી કુલ ૩૨૫ લીટર દેશી દારૂ કિંમત રૂ. ૬૫૦૦૦/- અને ઇકો કાર કિંમત રૂ. ૨.૫૦ લાખ મળી કુલ રૂ. ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.કારમાંથી બે આરોપીઓ ધર્મેશ મનુ વસાવા અને અરવિંદ રતિલાલ વસાવા ની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓ ની પૂછપરછમાં દારૂનો જથ્થો ચાવજ ગામના સંતોષ જીવણ વસાવાએ પૂરો પાડ્યો હોવાની માહિતી બહાર આવી હતી.પોલીસે સંતોષને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.વાગરા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વાગરા પોલીસ ની કાર્યવાહીને પગલે ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

તસવીર :- સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!