ડભોઇ ના સુંદરકુવા વિસ્તાર મા ડ્રેનેજ ની કામગીરી કરતા કોંટ્રાક્ટર ના કામદારો ધ્વારા જે.સી.બી.મશીન નો ઉપયોગ કરી કાદવ કિચડ મા કામગીરી કરતા હોય મશીન ફસાઈ જવા પામ્યુ હતુ.જે બાદ મા જે.સી.બી મશીન કાઢવાના ચક્કર મા પીવાના પાણીની મુખ્ય લાઇન મા ભંગાણ સર્જાયુ હતુ. જેના કારણે જળ બંબાકાર થવા સાથે સુંદરકુવા સહીત મહુડી ભાગોળ બહાર ના હજારો રહીશો બે દિવસ થી પીવાના પાણી વિના ટળવળતા હેડપંપ ના સહારે પાણી ની જરુરત સંતોષી હતી. રાજ્ય ની 162 નગર પાલિકાઓ મા સૌથી ખરાબ વહીવટ માટે પંકાયેલી ડભોઇ પાલિકા પોતાના નમુનેદાર વહીવટમા નવા પીછા ઉમેરતી જાય છે.જેનુ તાજુ ઉદાહરણ ડભોઇ ના સુંદરકુવા વિસ્તાર મા ડ્રેનેજ લાઇન નુ પાછલા બે માસ થી ગોકળગતિ એ મકરદમ ના ભરોશે કામ ચાલી રહ્યુ છે. કોઇપણ જાતની લાઇન દોરી વિણા સરકાર ની રુપિયા-18 લાખ ની ગ્રાંટ ના સથવારે ચાલતુ કામ નિષ્ફળતા ને આરે ઉભુ છે. એટલુ જ નહી ડ્રેનેજ ના પાણી ફરી વળતા તેના નિકાલ માટે ની મજુરો ધ્વારા પાવડા, તિકમ થી વ્યવસ્થા કરવાની હતી.ત્યાતો કાદવ કીચડ અને ઢીલી માટી મા જે.સી.બી.મશીન લઈ આવતા મશીન ફસાવા સાથે પીવાના પાણીની મુખ્ય લાઇન મા જ ભંગાણ સર્જાયુ હતુ. બે દિવસ થી પીવાનુ પાણી ના મળતા સુંદરકુવા, વ્હોરવાડ સહીત મહુડી ભાગોળ બહાર ના વિસ્તાર ના હજારો લોકો ને પાણી વિના વલખા મારવાનો વારો આવ્યો હતો. ક્યાંક કુવાઓ પર લાઇન લાગી તો ક્યાંક હેડપંપો પર પાણી ભરવા મહીલાઓ અને બાળકીઓ લાઇનો લગાવી રહી હતી. ડભોઇ નગર મા સૌથી વધુ પ્રમાણિક રીતે વેરો ભરતા વિસ્તારોના લોકો નગર પાલિકા ના આળશુ અને નમુનેદાર વહીવટ થી તોબા પોકારી ગયા છે.
એહવાલ:- બાલકૃષ્ણ શાહ ડભોઇ









