ઝારખંડ શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ ભવન, રાંચી ( JCERT, રાંચી) દ્વારા GCERT, ગાંધીનગર ના માધ્યમ થી “School Leadership Multiple Role and Responsibilities” ની મુખ્ય થીમ પર નેશનલ લેવલ કોન્ફરન્સ માટે રીસર્ચ પેપર રજૂ કરવાના સંદર્ભમાં તા.બીજી ડિસેમ્બર ના રોજ ભરૂચ જિલ્લામાંથી કુલ-૪ શિક્ષકો એ દરખાસ્ત મોકલી હતી.

જેમાં S.E.V..M સ્કૂલ, અંકલેશ્વરના શિકક્ષ શીતલકુમાર એસ. પટેલ તેમજ ઝેનિથ હાઈસ્કૂલના શિક્ષક અફરોઝભાઈ એમ. ઢેસા અને શિક્ષક મહંમદસલીમ.એ.મલેક ના રીસર્ચ પેપર ઝારખંડ, રાંચી ખાતે યોજાનાર નેશનલ લેવલના સેમિનાર કોન્ફરન્સમાં પસંદગી પામ્યા છે. જે ભરૂચ જિલ્લા સહિત જિલ્લાના શૈક્ષણિક આલમ માટે ગૌરવની બાબત લેખી શકાય.તા. ૧૭ થી તા.૧૯ જાન્યુઆરીના રોજ ઝારખંડ, રાંચી ખાતે નેશનલ લેવલના સેમિનાર કોન્ફરન્સમાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધત્વ કરશે.ત્રણેવ શાળાઓ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ દ્વારા સર્વે નું અભિવાદન કરવા સાથે શુભકામનાઓ પાઠવવા મા આવી હતી.
સૈયદ અમજદ(બાપુ)









