ડભોઇમા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના જથ્થાનો વેપાર કરવા ટાંપ મારીને બેઠેલા લાલચુઓ 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ મા સ્થાનિક પોલીસ અને જીલ્લા એસ.ઓ. જી.ની ટીમો એ પ્રતિબંધીત ઘાતક ચાઇનીઝ દોરી ના જથ્થા સાથે જુદાજુદા ઇષમો ને ઝડપી પાડી અત્યાર સુધી ત્રણ કેસ કરી કાયદેસર ની કાર્યવાહી કરી છે. ત્યારે હજુ પણ ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ડભોઇ અને આજુબાજુ ના વિસ્તારો મા છુપાવેલ છે. તેવા લાલચુઓ વધુ નફો રળી લેવા અને જાહેરનામુ હોવા છતા પણ પોલીસની નજર ચુકવી ને મોકો જોઇ વેપાર કરી લેવાની ફિરાક મા જ હોવાનુ જાણવા મળેલ છે. ત્યારે લોકો ના જીવન ને ગંભીર નુક્શાન કરનારા આવા તત્વો ને ઝેર કરવા જરુરી હોય પોલીસે પણ કામગીરી માટે કમરકસી છે.

ફાઈલ ફોટો 

ડભોઇ તાલુકાના ધર્મપુરી ગામ ના સ્ટેન્ડ પાસે થી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નો જથ્થો લઈ જતો ઇષમ થોડા દિવસ અગાઉ ડભોઇ પોલીસ ના હાથે ઝડપાઇ ગયો હતો.જે બાદ મા જીલ્લા એસ.ઓ.જી.ની ટીમે વેગા પાસે થી ચાઇનીઝ દોરી નો વેપાર કરતા એક ઇષમ ને ૩૦ ફીરકા સાથે ઝડપી પાડ્યો હતો.જે બાદમા એસ.ઓ.જી. ની ટીમે રેલ્વે સ્ટેશન સામે ના વિસ્તાર માથી બીજા ઇષમ ને પણ ચાઇનીઝ ફીરકા નંગ-૬૦ સાથે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ હતી. પોલીસ ની કામગીરી ને કારણે પ્રતિબંધિત અને ઘાતક માનવ જીવન ને ભયંકર નુક્શાન કરનારી ચાઇનીઝ દોરી ના જથ્થા ઝડપી પાડતા પતંગ બજાર મા ચાઇનીઝ રીલો નુ વેચાણ કરનારા તત્વો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.ત્યારે હવે જથ્થા બંધ ચાઇનીઝ દોરીના ફીરકાઓ નગર મા વેપાર કરનારા ઇષમોએ છુપાવેલા હોવાથી પોલીસ ની પકડ ઢીલી પડે તેની રાહ જોઇ માલ નો નિકાલ કરવાની વેતરણ કરી રહ્યા છે. ત્યારે ડભોઇ પોલીસ સહીત જીલ્લા એસ.ઓ.જી.ની ટીમો આવા તકવાદી ગુંહાખોરીનુ કૃત્ય કરનારા ઇષમો પર બાઝ નઝર રાખી સફળ કામગીરી ની આશા સેવી રહી છે. જેથી ઉતરાયણ સુધીમા ચાઇનીઝ રીલો વેચતા બોગસ ઈશમો પોલીસ ની રડાર મા આવે તો નવાઇ નહી.

અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!