ડભોઇ તાલુકાના શીરોલાના રોડની બિસ્માર હાલત : તંત્ર દ્વારા સુરક્ષાના નામે મીંડુ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મંથરગતિએ ચાલતી શિરોલાના નવા રોડની કામગીરી

ડભોઇ થી શીરોલાના નવા રોડની કામગીરી ચાલી રહી છે. મંથર ગતિથી રોડની કામગીરી ચાલતી હોવાથી વાહનચાલકો અને રાહત દારીઓ પરેશાન થઈ રહ્યા છે. તંત્ર નિદ્રાધીન હોવાથી જીવલેણ અકસ્માત સર્જાય તેવા અસંખ્ય ખાડા ડભોઇ થી શીરોલા માર્ગ પર પડેલ છે. બિસ્માર રોડનું પેચવર્ક કરીને સંતોષ વહીવટી તંત્ર માની રહેલ છે. આ રોડ પર ધુળની ડમરીઓ મોટા પ્રમાણમાં ઉડતી હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહેલ છે.

ડભોઇ તાલુકાના શીરોલા ગામેથી પસાર થતા રાજ્ય માર્ગો પર જીવલેણ અકસ્માત સર્જાય તેવા ખાડાઓ ઉપરાંત અનેક સ્થળોએ માર્ગ સુરક્ષાના નામે મીંડું જોવા મળતા નિદ્રાધીન તંત્રની માર્ગ સુરક્ષા અંગેની સજાગતા સામે અનેક સવાલો ઉઠ્યાં છે. બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ નિર્દોષ વાહનચાલકો બની રહ્યા છે. ડભોઇ તાલુકામાથી પસાર થતા રાજ્ય માર્ગો પૈકી હાલ તંત્રની ઉદાસીનતા તેમજ ગંભીર બેદરકારીને પગલે ડભોઇ પંથકમાંથી પસાર થતા રાજ્ય માર્ગ પર શીરોલા પાટીયા તરફ જતા માર્ગની હાલત ભારે કફોડી બનતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અહી તંત્રની ઘોર બેદરકારીને પગલે ફર્ટીલાઇઝર્સના બોર્ડ નજીક ડામર એક તરફ થઈ ઢગલો થયેલો જોવાઈ રહ્યો છે. શીરોલા નજીક માર્ગ પર મોટો ખાડો પડી ગયો છે. જયા ગાડી પલટી મારી અકસ્માત સર્જાઈ શકે તેમ છે. 

આ ઉપરાંત નાના- મોટા અસંખ્ય ખાડાઓ પણ જોવાઈ રહ્યા છે. જ્યા અજાણ્યા વાહનચાલકથી સામાન્ય ચૂક થાયતો પણ જીવલેણ અકસ્માત થાય તેમ છે. ડભોઇ તાલુકા માં ધોરીમાર્ગ બિસમાર બન્યા છે. આ સિવાય ખખડ ધજ રોડના કારણે ઉડતી ધૂળથી વાહનચાલકોની હાલત ભારે કફોડી બને છે. અહી વિકાસના નામે કામ કરનાર એજન્સીને પીઠબળ પૂરૂ પડાતુ હોવાનું આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માં ચર્ચાઈ રહેલ છે. લોકોના જીવ સાથે ખીલવાડ થતો જોવા મળી રહ્યો છે. છુટા છવાયા ખાડાઓ પૂરી સંતોષ માની રહેલા અધિકારીઓ, માર્ગ સુરક્ષાના નામે મીંડું કરી કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તેની રાહ જોઈને બેઠા છે.

અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!