મદ્રેસા-એ-મીસકીનીયાહ ધોરાજી ના હોનહાર વિધાર્થીઓ ની વચ્ચે એક રસાકસી સભર ઇલ્મી હરિફાઇ નો આયોજન ઝેરે સરપરસ્તી સંસ્થા ના પ્રિન્સીપાલ સૈયદ ગુલામ ગૌષ અલ્વી સાહેબ, અને ઝેરે સદારત સંસ્થા ના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ મુફતી મુહમ્મદ નવાઝ અહમદ યાર અલ્વી સાહેબ ત્થા મદ્રેસા-એ-મીસકીનીયાહ ના શિક્ષકો ની નિગરાની અને ટ્રસ્ટ મંડળ ની રહબરી હેઠળ તા:-૧૨-૦૧-૨૦૨૫ રવિવાર ના સવારે ૮ થી ૧ ની વચ્ચે મદ્રેસા-એ-મીસકીનીયાહ, ઉપલેટા રોડ, ધોરાજી ખાતે રાખવામાં આવેલ છે.

ઉપરોકત આયોજન માં ભાગ લેનાર વિધાર્થીઓ ઇલ્મે ફિકહ ને લગતા મસાઇલ વર્તમાન સમય ના દિન ના પ્રશ્નો પૂછવામાં આવશે,જેમા સમાજ ને લગતા, સામાજીક જીવન ને લગતા,અખલાક ને લગતા, નિકાહ, તલ્લાક , હલાલ રોજી,વેપાર, તોલમાપ,પાડોશી તરફ ની ફરજ, દેશ તરફ આપણી ફરજ અને જવાબદારી બાબતે દિન શું કહે છે?તેમજ તિલાવતે કુરઆન અને અઝાન ની હરિફાઇ પણ રાખવામાં આવેલ છે. જેમા પેલા,બીજા અને ત્રીજા નંબરે ઉતીર્ણ થનાર વિધાર્થીઓ ને વિશેષ ઇનામો આપવામાં આવશે અને હરિફાઇ માં ભાગ લેનાર તમામ વિધાર્થીઓ ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે.ઉપરોકત આયોજન માં હાજરી આપવા મદ્રેસા-એ-મીસકીનીયાહ ટ્રસ્ટ બોર્ડ ના પ્રમુખ અફરોઝભાઇ લકડકુટા, ઉપપ્રમુખ સીરાજભાઇ ધાયા, સેક્રેટરી બાશીતભાઇ પાનવાલા, જોઇન્ટ સેક્રેટરી રફીકભાઇ તુમ્બી ત્થા ટ્રસ્ટ બોર્ડ ના તમામ ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ છે









