ડિજિટલ યુગ ન્યૂઝ ના અહેવાલો બાદ એસ.ટી તંત્ર જાગ્યું….!!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ ની બોરસદ ચોકડી પર લોકલ તેમજ એક્સપ્રેસ બસો થોભાવવા વિભાગીય નિયામક નો આદેશ

આણંદ,બાલાસિનોર, બોરસદ, ડાકોર, કપડવંજ, ખંભાત, ખેડા, મહુધા, માતર, નડીઆદ તેમજ પેટલાદ ના ડેપો મેનેજરો ને લોકલ અને એક્ષપ્રેસ બસો થોભાવવા કડક સૂચના

                            ફાઈલ ફોટો

આણંદ ની બોરસદ ચોકડી ખાતે બસ સ્ટોપેજ હોવા છતાંય બસ દ્રાઈવરો દ્વારા બસ ઉભી રાખવામાં અખાડા કરવામાં આવતા મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા હતા.બોરસદ ડેપો ખાતે ફરજ બજાવતા બસ દ્રાઈવરો પોતાની મરજી મુજબ મનસ્વી રીતે બસો દોડાવવા સાથે સ્ટોપેજ જમ્પ કરતા હોવાની અનેક ફરિયાદો સપાટી પર આવી હતી.

બોરસદ ચોકડી ખાતે સ્ટોપેજ હોવા છતાંય બસો ઉભી રાખવામાં ન આવતા રોજીંદુ અપડાઉન કરતા મુસાફરો ને ભારે અગવડ વેઠવાનો વારો આવ્યો હતો.આ બાબતે બોરસદ એસટી ડેપો ના મેનેજર ને કેટલાક મુસાફરો દ્વારા ટેલિફોનિક તેમજ વોટ્સએપ ના માધ્યમથી રજૂઆતો કરવા છતાંય મહિલા ડેપો મેનેજર દ્વારા આંખ આડા કાન કરાયા હતા.આ બાબત ના અહેવાલો ડિજિટલ યુગ ન્યૂઝ માં પ્રકાશિત થયા હતા.ત્યાર બાદ સફાળા જાગેલા એસટી તંત્ર એ ત્વરિત હરકતમાં આવી બોરસદ ચોકડી પર થી પસાર થતી તમામ બસો ને ચોકડી પર ઉભી રાખવા કડક તાકીદ કરવામાં આવી હતી.

આણંદ ની બોરસદ ચોકડી ઉપર લોકલ તેમજ એક્ષપ્રેસ બસો ઉભી રાખવા બાબતે છેલ્લા કેટલાક સમય થી મોટા પાયે બુમો ઉઠવા પામી હતી. જે બાબત ની રજુઆતો ના સમાચાર ડિજિટલ યુગ ન્યૂઝ માં પ્રસિદ્ધ થતા સદર રૂટ ઉપર થઇ પસાર થતી તમામ લોકલ તથા એક્ષપ્રેસ બસોને જો ઇબીટીએમમાં સ્ટોપેજ ન હોય તો તેમા સમાવેશ કરવા અને આ રૂટના દરેક બસના દ્રાઈવરોને બોરસદ ચોકડી ઉપર થી પસાર થતી તમામ ડેપો જેમકે આણંદ,બાલાસિનોર, બોરસદ, ડાકોર, કપડવંજ, ખંભાત, ખેડા, મહુધા, માતર, નડીઆદ, પેટલાદ ડેપો ની લોકલ અને એક્ષપ્રેસ બસ નો બોરસદ ચોકડી પર સ્ટોપેજ નિયમિતપણે કરવા તમામ ડેપો મેનેજરો ને સૂચન કરવામાં આવ્યું હતું. નડીઆદ એસટી ના વિભાગીય નિયામક દ્વારા મુસાફરો ના હિત માં કરવામાં આવેલ આદેશ ને મુસાફર જનતા એ આવકાર્યો હતો.હવે જોવું રહ્યું કે ઉપર થી કરાયેલ આદેશ નું અમલ કેટલા સમય સુધી રહેશે એ તો આવનાર સમય જ બતાવશે.

બસ ઉભી ન રાખનાર કર્મીઓ સામે ચાર્જશીટ કરી ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે :: સુનિતાબેન પાંડે (ડેપો મેનેજર,બોરસદ)

આણંદ ની બોરસદ ચોકડી ખાતે બસ ન થોભાવનાર બસ પર સવાર એસટી ના કર્મચારીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરી ખાતાકીય કાર્યવાહી આરંભવામાં આવી હોવાની માહિતી બોરસદ ના ડેપો મેનેજર સુનિતાબેન પાંડે એ ડિજિટલ યુગ સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં જણાવી હતી.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!