ડભોઇ વેગા પાસે થી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઇષમ ઝડપાયો 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા જીલ્લા પોલીસ વડા રોહન આનંદ ના આદેશ અનુસાર એસ.ઓ.જી.પી.આઇ. ટીમ સાથે ડભોઇની હદ વિસ્તાર મા પેટ્રોલીંગ મા હતા. ત્યારે બાતમી મળેલ કે વેગા પાયલ ગેસ્ટ હાઉસ ની પાછળ આવેલ કોમ્પલેક્ષ પાસે એક ઇષમ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ના જથ્થા સાથે ઉભો રહી વેપાર કરી રહ્યો છે.જેથી એસ.ઓ.જી. ટીમ એ બાતમી મુજબ ની જગ્યાએ છાપો મારી ચાઇનીઝની રીલો નંગ–30 કિ.રુ.9000 ના મુદ્દામાલ સાથે ઇષમ ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરતા ચાઇનીઝ રીલો નુ વેચાણ કરતા ઇષમો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

જીલ્લા એસ.ઓ.જી.ના પી.આઇ. જે.એમ.ચાવડા, પી.એસ.આઇ.એચ.એમ.જાળીયા, એ.એસ.આઇ. અજીતસિંહ ગનુભા, અ.હે.કો.કલ્પેશભાઇ માધાભાઇ, આ.પો.કો.કિરણસિંહ અજીતસિહ સહીત ની ટીમ ડભોઇ હદ વિસ્તાર મા પેટ્રોલીંગ મા હતા. ત્યારે બાતમી મળેલ કે વેગા પાયલ હોટલ ની પાછળ એક ઇસમ પ્રતિબંધીત ચાઇનીઝ રીલોનો જથ્થો રાખી વેપાર કરી રહ્યો છે. જે બાતમી આધારે છાપો મારતા ચાઇનીઝ રીલો સાથે ઇષમ ઝડપાઇ ગયો હતો. જેનુ નામ ઠામ પુછતા તેને પોતાનુ નામ સચીન અરવિંદ ભાઇ તડવી રહે. શીખ મંદિર પાસે, મોટાભીલવાગા, ડભોઇ નો હોવાનુ જણાવ્યુ હતુ. જ્યારે તેની પાસે થી ઝડપાયેલ પ્રતિબંધીત ચાઇનીઝ રીલો નંગ-30 કિ.રુ. 9000 નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી કરી ડભોઇ પોલીસ ને સુપ્રત કર્યો હતો. જીલ્લા એસ.ઓ.જી.ની કામગીરી થી ડભોઇ મા ચાઇનીઝ દોરી વેચતા અસંખ્ય ઇષમો ને બનાવ ની જાણ થતાજ વેપાર બંધ થઈ જવા પામ્યો હતો.

તસવીર :- બાલકૃષ્ણ શાહડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!