બોરસદ એસ.ટી.ડેપો ના બસ દ્રાઈવરો સ્ટોપેજ જમ્પ કરવામાં અવ્વલ..!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ ની બોરસદ ચોકડી પર એક્સપ્રેસ બસ થોભાવવા મા ન આવતા મુસાફરો હેરાન-પરેશાન

આણંદ ની બોરસદ ચોકડી ખાતે બસ સ્ટોપેજ હોવા છતાંય બસ દ્રાઈવરો દ્વારા બસ ઉભી રાખવામાં અખાડા કરવામાં આવતા મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા છે.બોરસદ ડેપો ખાતે ફરજ બજાવતા બસ દ્રાઈવરો પોતાની મરજી મુજબ મનસ્વી રીતે બસો દોડાવવા સાથે સ્ટોપેજ જમ્પ કરતા હોવાની અનેક ફરિયાદો સપાટી પર આવી છે.આણંદ થી બોરસદ તરફ જતી એક્સપ્રેસ બસો નું બોરસદ ચોકડી ખાતે સ્ટોપેજ હોવા છતાંય બસો ઉભી રાખવામાં ન આવતા રોજીંદુ અપડાઉન કરતા મુસાફરો ને ભારે અગવડ વેઠવાનો વારો આવ્યો છે.

                          ફાઈલ ફોટો

આણંદ થી બોરસદ તરફ નિત્ય કામધંધા અર્થે જતા લોકો એક્સપ્રેસ બસ નું મુસાફર પાસ પણ ધરાવે છે.છતાંય દ્રાઈવરો પોતાની મનમાની કરી બસો ન થોભાવતા બસ નો પાસ ધરાવતા પાસધારકો નું પાસ પણ નકામું પુરવાર થઈ રહ્યું છે.આ બાબતે બોરસદ એસટી ડેપો ના મેનેજર ને કેટલાક મુસાફરો દ્વારા ટેલિફોનિક તેમજ વોટ્સએપ ના માધ્યમથી રજૂઆતો કરવા છતાંય મહિલા ડેપો મેનેજર પણ મુસાફરો ની તકલીફો બાબતે મગ નું નામ મરી પાડવા તૈયાર નથી.ત્વરિત એક્શન લેવામાં વામણા પુરવાર થયેલા મહિલા ડેપો મેનેજર ને બોરસદ એસટી ડેપો ના કેટલાક ઉડી ને ધુમાડે ફાટેલા દ્રાઈવરો ગાંઠતા નથી કે ડેપો મેનેજર જ આવા મનમોજી વલણ ધરાવતા દ્રાઈવરો ને છાવરી રહ્યા છે તે બાબત એક તપાસ નો વિષય છે.

બોરસદ એસટી ડેપો મેનેજર ને આ બાબતે મત જાણવા ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેઓ એ ફોન રિસીવ કર્યો ન હતો. મુસાફર પાસે એક્સપ્રેસ બસ નો પાસ હોવા છતાંય ટીકીટ પધરાવાઈ

થોડા દિવસો અગાઉ આણંદ ની બોરસદ ચોકડી થી બોરસદ તરફ જતી બસમાં બેઠેલ મહિલા મુસાફર કે જેઓ એક્સપ્રેસ બસ નો મુસાફર પાસ ધરાવતા હોવા છતાંય તેઓ ને બસ કંડકટર દ્વારા બળજબરી પૂર્વક ટીકીટ પકડાવી ને પૈસા વસુલવામાં આવ્યા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે.આણંદ ની બોરસદ ચોકડી થી બોરસદ ડેપો નો પાસ હોવા છતાંય પાસધારક યુવતી ને નાપા થી બોરસદ ડેપો ની બળજબરી પૂર્વક ટીકીટ કંડકટર દ્વારા આપવામાં આવી હતી.અને ખોટી રીતે નાણાં વસુલવામાં આવ્યા હતા.જે બાબતે મુસાફર દ્વારા ખોટી રીતે હેરાન કરનાર અને નાણાં પડાવનાર બસ કંડકટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ખોટી રીતે ટીકીટ ફટકારનાર કંડકટર ટીકીટ ના નાણા પરત કરે તે મુજબ ની ફરિયાદ ડેપો મેનેજર ને વોટ્સ અપ ના માધ્યમ થી કરવામાં આવી હતી.જે બાબતે પણ બોરસદ એસટી ડેપો મેનેજર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં ન આવી હોવાની વિગતો સાંપડી છે.ત્યારે મુસાફર દ્વારા આ બાબતે ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો સહિત કાયદેસર ની કાર્યવાહી કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અહેવાલ -: સૈયદ અમજદ(બાપુ) 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!