રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દીવી ગામે પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભરૂચ જિલ્લાની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે અંકલેશ્વર તાલુકાના દીવી ગામે પ્રગતિશીલ ખેડૂત બળવંતભાઈ અમાઈદાસ પટેલના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સ્વયં ગાય દોહી ખેડૂતોને દેશી ગાયનું પાલન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલ એ ખેતરમાં ઉગાડવામાં આવતા વિવિધ ફળો અને શાકભાજીના પાકોનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીનનું સ્વાસ્થ્ય જળવાય છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેતીનો ખર્ચ ઘટે છે અને ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે.રાજ્યપાલ એ ખેડૂતોને વિજયાદશમીના અવસરે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો.

 

તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ૮ લાખથી વધુ અને ભરૂચ જિલ્લામાં ૨૦ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. પ્રાકૃતિક ખેતપેદાશોના વેચાણ માટે ભરૂચ જિલ્લામાં ૪૯ જેટલાં વેચાણ કેન્દ્રો કાર્યરત છે.આ પ્રસંગે ખેતીવાડી વિભાગના અધિકારીઓ, વહીવટી તંત્રના પ્રતિનિધિઓ, ખેડૂત બળવંતભાઈ પટેલના પરિવારજનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!