વાગરા-સારણ માર્ગના પેચવર્કમાં ગોબાચારીના આક્ષેપો,બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાની બુમો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના વાગરા-સારણ માર્ગ પર પેચવર્કની કામગીરી વિવાદમાં આવી છે.રાત્રિના અંધકારમાં સમારકામ, સ્થળ પર અધિકારીઓની ગેરહાજરીના અને નાના બાળકો પાસે કામ કરાવાતું હોવાના આક્ષેપો થતા માર્ગ નિર્માણની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊપસ્થિત થયા છે.રસ્તા પર ટૂંકા ગાળામાં ખાડા પડી જતાં માર્ગની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા છે. હવે રાત્રિના અંધકારમાં પેચવર્કની કામગીરી થતાં પૂરતી લાઇટિંગ, યોગ્ય મટિરિયલ અને ગુણવત્તાની ચકાસણી મુદ્દે તપાસ જરૂરી બની છે.કામગીરી દરમિયાન સરકારી અધિકારી કે સુપરવાઈઝર હાજર ન હોવાના આક્ષેપો વચ્ચે સવાલ એ છે કે કામની દેખરેખ કોણ રાખતું હતું? કોન્ટ્રાક્ટરની કામગીરીનું નિરીક્ષણ થયું હતું કે નહીં, તે અંગે સંબંધિત વિભાગે સ્પષ્ટતા કરવી જોઈએ.

કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે છેલ્લી ગાડી હોવાથી રાત્રે કામ કરવું પડ્યું હતું. જોકે, આ ખુલાસાથી પૂરતી લાઇટિંગ, સલામતી અને ગુણવત્તા જાળવવાની જવાબદારીનો પ્રશ્ન ઉભો થયો છે. પેચવર્ક દરમિયાન નાના બાળકો કામ કરતા હોવાના આક્ષેપો સામે આવ્યો છે.

બાળકોની ઉંમર, તેમને કામે લગાડનાર વ્યક્તિ અને બાળમજૂરી સંબંધિત કાયદાના પાલનની તપાસ અનિવાર્ય બની છે. નિયમભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!