ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને અનસુયા જે. મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ (AJMWEP) તેમજ જૈન સોશિયલ ગ્રુપ અને વેલ્ફેર ટ્રસ્ટ (JSGWT), ભરૂચના સંયુક્ત ઉપક્રમે આત્મીય હોલ ખાતે ૧૯મા દીક્ષાંત સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારીએ ૪,૦૦૦ થી પણ વધુ બહેનોને વિવિધ પ્રકારની તાલીમ આપીને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો ભગીરથ પ્રયાસ કરવા બદલ સંસ્થા અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

તાલીમાર્થી બહેનોને મહિલા સશક્તિકરણ, અને આર્થિક સ્વાવલંબનને પ્રોત્સાહિત કરતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ કે,તાલીમ મેળવેલી બહેનો સાથે વાર્તાલાપ કરતા જ સ્પષ્ટ જણાઈ આવે છે કે, આ માત્ર કાગળ પર કે સર્ટિફિકેટ આપવા પૂરતી તાલીમ નથી, પરંતુ આ સાચા અર્થમાં ‘રિયલ ટ્રેનિંગછે. બહેનોમાં જે આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે, તે જ આ તાલીમની ખરી સફળતા દર્શાવે છે.તાજેતરમાં ભરૂચના ઓસારા ગામની ફિલ્ડ વિઝિટ દરમ્યાન ઓસારા ગામની બહેનોનું ગૃહ ઉદ્યોગમાં ગુણવત્તાયુક્ત ડિટર્જન્ટ અને ફ્લોર ક્લીનર જેવા લિક્વિડ પ્રોડક્ટ્સ બનાવવાની કામગીરીની તેમણે પ્રસંશા કરી હતી. પ્રોડક્ટ્સની ક્વોલિટી સારી પંરતુ જ્યાં માર્કેટીંગની અવ્યવસ્થાને કારણે તેમને તકલીફ નડી રહી હતી. આથી જિલ્લા પંચાયતના પ્રયાસોથી બહેનોના પ્રોડક્ટ્સને યોગ્ય માર્કેટ મળી રહે તે માટે પૅમ્પ્લેટ, વેબસાઇટ બનાવી તેમજ હોસ્પિટલો તથા શાળાઓ સાથે ઓર્ડર માટે ટાઇ-અપ કરીને તેમને પ્લેર્ટફોર્મ પૂરું પાડ્યું છે. ભવિષ્યમાં આ બહેનો ‘લખપતિ દીદી’ બને તેવો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે

જિલ્લા પંચાયત મારફતે ‘ડ્રોન દીદીના હાથ ધરાયેલા પ્રોજેક્ટ વિશે પણ તેમણે કહ્યું હતું. દરેક તાલુકામાંથી બહેનોને તાલીમ આપી, DGCA થી લાયસન્સ અપાવીને પાયલટ બનાવવામાં આવી છે, જેઓ આજે ગામડાઓમાં ડ્રોન થકી ઉત્કૃષ્ટ કામ કરી આર્થિક રીતે મજબૂત થઈ રહી છે. સાથોસાથ મહિલાઓના ઉત્કર્ષ અને વેચાણ કેન્દ્રો માટે જિલ્લા પંચાયત તરફથી રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને અંકલેશ્વર બસ સ્ટેન્ડ ખાતે વિશિષ્ટ દુકાનોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી કરીને તમારી બનાવટોને યોગ્ય માર્કેટ મળી રહે. ભરૂચ અને ગુજરાતમાં અનેક ઉદ્યોગો છે, જ્યાં માત્ર તાલીમ પામેલી બહેનો અને ઉદ્યોગો વચ્ચેની ગેપ પૂરી કરવાની જરૂર છે. કાર્યક્રમમાં અનસુયા જે. મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ તેમજ જૈન સોશિયલ ગ્રુપ અને વેલ્ફેર ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ અતિથિ વિશેષ મહાનુભાવોના હસ્તે તાલીમ પૂર્ણ કરનાર તમામ બહેનોને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









