આણંદ જિલ્લાના ના હાડગુડ ગામે ઈદે મિલાદુન્નબી પર્વની ભારે અકીદત સાથે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.હઝરત સૈયદ પીર કમાલુદ્દીન કાદરીના આસ્તાના પર ફૂલોની ચાદર અર્પણ કરી સમગ્ર હાડગુડના ગ્રામજનો માટે આમ નિયાઝનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધાર્મિક આસ્થા સાથે શાંતિ, ભાઈચારો અને કૌમી એકતાનો સંદેશ ગુંજ્યો હતો.પીર કમાલુદ્દીન કાદરીની દરગાહ ફૂલોની ચાદર પેશ કરી નિયાઝનું આયોજન કરાયું હતું.આણંદ જિલ્લાના હાડગુડ ગામે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ. વ.સ) ના પવિત્ર જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ છવાયો હતો. અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આ પવિત્ર પ્રસંગમાં સહભાગી બન્યા હતા.ઈદે મિલાદુન્નબીના પાવન અવસરે અહમદે મુસ્તુફા ગ્રુપ દ્વારા કમાલુદ્દીન પીરની દરગાહ ખાતે અકીદત અને શ્રદ્ધાપૂર્વક ફૂલોની ચાદર પેશ કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌએ સમાજમાં શાંતિ, ભાઈચારો, પરસ્પર પ્રેમ અને એકતા જળવાઈ રહે તેમજ સમગ્ર માનવજાતના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.ચાદર પેશ કર્યા બાદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત સમગ્ર હાડગુડના ગ્રામજનો માટે નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિભાવ અને શ્રદ્ધાથી યોજાયેલા સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌહાર્દપૂર્ણ તથા શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ એકબીજાને ઈદે મિલાદુન્નબીની વિશેષ શુભેચ્છાઓ પાઠવી પવિત્ર પ્રસંગને ભાઈચારા અને એકતાના સંદેશ સાથે ઉજવ્યો હતો. સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન બદલ તમામ ગ્રામજનોએ “અહમદે મુસ્તુફા” ગ્રુપનો આભાર વ્યક્ત કરી સદકાર્ય ની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.
સૈયદ અમજદ (બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









