વાગરાના ગોલાદરા પાસે KP ગ્રીન એનર્જીની સાઇટ પર ગંભીર અકસ્માત,ક્રેનના કેબલમાં ફસાતા પરપ્રાંતીય યુવકનું કરુણ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના ગોલાદરા નજીક KP ગ્રીન એનર્જીની સાઇટ પર ક્રેનના દોરડામાં ફસાતા પશ્ચિમ બંગાળના યુવકનું કરુણ મોત નિપજવા પામ્યું હતું.અકસ્માત મામલે વાગરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ક્રેનમાં ફસાઈ જવાથી પશ્ચિમ બંગાળના શ્રમિકનો જીવ જતા પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.વાગરા તાલુકાના ગોલાદરા ગામ નજીક અંભેલ રોડ પર આવેલી KP ગ્રીન એનર્જીની સાઇટ પર પવનચક્કીના પ્રોજેક્ટ કાર્ય દરમિયાન સર્જાયેલી કરૂણાંતીકામાં મોહંમદ નદીમ મોહંમદ શકીલ ઉ.વ.-૪૪ રહે-ગામ- શ્રીપુર બજાર, પશ્ચિમ બર્ગવાન થાના-જમુરિયા જી-પશ્ચિમ બર્ધમાન (પશ્ચિમ બંગાળ) નું કમકમાટીભર્યુ મોત નિપજવા પામ્યું હતું.બનાવ અંગે પ્રાપ્ય વિગતો અનુસાર ગોલાદસ ગામ નજીક અંભેર રોડ ઉપર આવેલ કે.પી.ગ્રીન એનર્જી લી કંપનીની સાઇટ પર પવનચક્કી માટે ઉપયોગમાં લેવાતી ક્રેનને અન્ય સ્થળે ખસેડવા માટે તેના ભાગોને અલગ કરવાની કામગીરી ચાલી રહી હતી.દરમિયાન મોહંમદ નદીમ ક્રેનના કેબિનના પાછળના ભાગે આવેલા પ્લેટફોર્મ પર ઉભા રહી ક્રેનના ઉપરના ભાગે રહેલા બૂમ સાથે જોડાયેલા લોખંડના તારને ક્રેનના દ્રમ સાથે વીંટવાનું કામ કરી રહ્યા હતા.ત્યારે અચાનક તેમનો ડાબો પગ લપસી જતા તેઓ એકાએક નીચે તરફ ધસી ગયા હતા અને તેમનો પગ દ્રમ સાથે ફરતા કેબલમાં ભયાનક રીતે ફસાઈ ગયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે દ્રમમાં ફસાઈ જતાં બંને પગ વચ્ચેનો ભાગ જાંઘથી લઈને કમર સુધી ગંભીર રીતે ફાટી ગયો હતો.લોહીલુહાણ હાલતમાં યુવકે અસહ્ય પીડાને પગલે ચીસાચીસ કરી મૂકી હતી.બુમાબુમ સાંભળીને આસપાસમાં કામ કરતા અન્ય કામદારો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને ગંભીર હાલતમાં તેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ડોક્ટરોએ સારવાર દરમિયાન તેને બચાવવા શક્ય પ્રયાસો હાથ ધર્યા હતા.જે નિષફળ નિવડયા હતા.અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રમિકે હોસ્પિટલ મા દમ તોડી દીધો હતો.ઘટનાની જાણ થતાં વાગરા પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!