જંબુસર તાલુકાના ડાભા ગામમાં સ્ટ્રીટ લાઇટોના કામથી વિકાસને વેગ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર તાલુકાના ડાભા ગામમાં સરપંચ  શબ્બીરભાઈ આલમના નેતૃત્વ હેઠળ ગામના વિકાસના કાર્યો સતત આગળ વધી રહ્યા છે. ગામના વિવિધ વિસ્તારોમાં લગભગ દરેક વીજ થાંભલા પર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે, જેના કારણે ગામમાં રાત્રિના સમયે પ્રકાશની સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે.ખાસ કરીને ગામના મુખ્ય માર્ગો પર રાત્રિના સમયે અવરજવર કરવામાં ગામલોકોને મુશ્કેલીઓ પડતી હતી. આ અંગે ગ્રામજનોએ સરપંચ શબ્બીરભાઈ આલમને રજૂઆત કરતાં તેમણે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્ટ્રીટ લાઇટો લગાવવાની કામગીરી હાથ ધરી હતી.આ ઉપરાંત, ડાભા ગામની નવી વસાહતમાં પણ તમામ જરૂરી થાંભલાઓ પર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને રાત્રિના સમયે વધુ સુરક્ષા અને સુવિધા મળી રહી છે. ગામલોકો આ વિકાસલક્ષી કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,જુનેદ મલેક જંબુસર 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!