વાગરા તાલુકાના સાયાખા GIDC ની નીક્સન ફાર્માસ્યુટીકલ કંપનીમા લિફ્ટના અંદરના ભાગે થી નીચે પટકાતા કામદારનું મોત નિપજવા પામ્યું હતું.બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ય માહિતી અનુસાર રાજેશ મેહરા રામ પ્રતાબ ઉ.વ.૫૪ નીક્સન ફાર્માસ્યુટીકલ કંપનીમા અન્ય મજુર સાથે કંપનીના બીજા માળે પ્લાસ્ટીકના ખાલી બેરલો લીફ્ટ મારફતે નીચે ઉતારવાનુ કામ કરતો હતો. તે વખતે આશરે સવા પાંચ વાગ્યાની આસપાસ રાજેશ મેહરા લીફ્ટનો દરવાજો ખોલી ખાલી બેરલો અંદર મુકવા જતા અજાણતા જ લીફટમા અંદર પડી જતા નીચે પટકાતા શરીરે નાની- મોટી ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મહાવિર હરીરામ માલવીયાએ પોલીસ ને જાણ કરતા વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મૃતક રાજેશ મેહરા રામ પ્રતાબ ઉ.વ.૫૪ મૂળ રહે- ચેતનપુરા, નાગદા થાના – મંડી જી-ઉજૈન (મધ્યપ્રદેશ) નો હોવાની માહિતી સાંપડી છે.અત્રે નોંધપાત્ર છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોની સુરક્ષા (Industrial Safety) એક અત્યંત ગંભીર વિષય છે. ત્યારે ડિશ (DISH – Directorate of Industrial Safety and Health) ની તપાસ હાથ ધરાય તે જરૂરી બન્યું છે.ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા કંપનીમાં સુરક્ષાના સાધનો બાબતે જો કોઈ બેદરકારી જણાય, તો કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠાવવામાં આવી છે.સાથે જ મૃતક શ્રમિકના પરિવારને કંપની તરફથી યોગ્ય આર્થિક વળતર મળે તે માટે પણ કંપની સમક્ષ માંગ ઉચ્ચારવામા આવી છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









