આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી.ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ ૨૩ એપ્રિલ ના રોજ યોજાનાર છે.ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમ ના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ મતદારોને જાગૃત કરવા માટે, મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે અને પોતાના મતાધિકારનો ઉપયોગ વધુમાં વધુ મતદારો કરે તે માટે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની હાઈસ્કૂલ ખાતે રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી કામિનીબેન ત્રિવેદીના જણાવ્યા મુજબ આ ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં આવતા ૪૬ ગામોના મતદારો મહત્તમ મતદાન કરે તે માટે મતદાતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદારોને જાગૃત કરવાના કાર્યક્રમ અંતર્ગત આજે આગમ હાઈસ્કૂલ ઉમરેઠ ખાતે રંગોળી સ્પર્ધા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે રંગોળીમાં “મેરા મત મેરા અધિકાર” “લોકશાહીનું પર્વ” “વોટ ફોર બેટર ઇન્ડિયા” “મેરા મત” “મત આપવો તમારો અધિકાર છે” “મેરા વોટ મેરા અધિકાર” “મત આપવા તૈયાર રહેજો” અને “મતદાન જરૂરથી કરજો” જેવા સ્લોગન દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

આ રંગોળી સ્પર્ધામાં હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે જાગૃત કરવાનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ, આણંદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









