સેવાલિયાની CP પટેલ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો હતો.ગળતેશ્વર તાલુકાની શૈક્ષણિક સંસ્થા સી.પી. પટેલ હાઈસ્કૂલ, સેવાલિયા ખાતે તાલુકા કક્ષાનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં સી.પી. પટેલ હાઈસ્કૂલની વિદ્યાર્થીનિઓએ પ્રાર્થના રજૂ કરી હતી. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દીપકભાઈ વાઘેલાએ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓમાં ઊભા થતા માનસિક તણાવ અને પરીક્ષાભય દૂર કરવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.વધુમાં આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. એસ.વી.એસ. કન્વીનર આર.એમ. પટેલે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના ઉદ્દેશ્ય, તેની જરૂરિયાત તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો.

ભાજપના અગ્રણી રીટાબેન ઓઝાએ વિદ્યાર્થીઓને પરીક્ષાના હાઉથી મુક્ત થઈ શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પોતાની આવડત મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સૂચન ની સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.અંતમાં શાળાના આચાર્ય જે. મહિડાએ જણાવ્યું હતુ કે ‘પરીક્ષા પે ચર્ચા’ એ વિદ્યાર્થીઓના મનમાંથી ભય દૂર કરી તેમને માનસિક રીતે મજબૂત બનાવવાનો વડાપ્રધાન મોદીનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આજનું બાળક આવતીકાલનો જવાબદાર નાગરિક છે અને પરીક્ષા જીવનનો અંત નહીં પરંતુ શીખવાનો એક પડાવ છે.આ પ્રસંગે ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉપસ્થિત વાલીઓને પણ બાળકોને પરીક્ષાના અંતિમ દિવસ સુધી નિયમિત રીતે શાળાએ મોકલવા અને ઘરમાં હકારાત્મક વાતાવરણ પૂરું પાડવા માટે અનુરોધ કર્યો હતો.કાર્યક્રમના અંતે ડી.કે. જાદવે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વરિષ્ઠ શિક્ષક બી.એસ. પ્રજાપતિએ કર્યું હતું.
Loading Viewer...
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









