“NO DRUG’S IN SURAT” અભિયાન અંતર્ગત ઉધના પોલીસે ૫ કિલો ગાંજા સહિત અઢી લાખના મુદ્દામાલ સાથે બે ઈસમો ને પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. “NO DRUG’S IN SURAT CITY” અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપુર્ણ નેસ્ત નાબુદ કરવા તથા “માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી અને વેચાણ કરનાર ઇસમોને પકડી પાડવા” ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જે અનુસંધાને પો.ઇન્સ. એસ.એન.દેસાઈ તથા પો.ઇન્સ. જે.એસ.ઝાંબરે ના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ ની ટીમ કાર્યરત હતી. દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ જવાન અરવિંદભાઇ ઉગાભાઇ ને તેમના અંગત બાતમીદાર થકી બાતમી મળી હતી કે ઉધના ભાઠેના જોગેશ્વરી ડેનિસ બેકરી રોડ પર આવેલ સાંઇનાથ સોસાયટી શેરી નં-૩ ની સામે જાહેર રોડ પર બે ઈસમો ગાંજા નું વેચાણ કરે છે.જેથી પોલીસ બાતમી વાળી જગ્યાએ ત્રાટકી હતી.જ્યાંથી બે ઇસમોને ૫ કિલો ૧ ગ્રામ ગાંજા સહિત રૂ.૨,૫૦,૦૫૦/- ની મત્તા સાથે મોહમદ સદ્દામહુશેન મોહમદ નસીરઅહેમદ રાઇન ઉ.વ.૩૩ તેમજ મોહમદ નુરહુશે મોહમદ નસીરઅહેમદ રાઇન ઉ.વ.૨૭ બંને રહે, પુષ્પાનગર ભાઠેના ઉધના, મુળવતન પરરાહી તા.થાના બેલસંડ જિલ્લા.સિતામઢી (બિહાર) ને ઝડપી પાડી આરોપીઓ વિરુધ્ધ ઉધના પોલીસ મથકે NDPS એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે પાંચ કિલો ગાજો તેમજ બે મોબાઈલ ફોન,રોકડા રૂપિયા પાંચસો અને એક્ટીવા મોપેડ કબજે કરવામા આવી હતી.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









