અરગામા ની નેરોલેક કંપનીને ગતરોજ બનેલ આગ દુર્ઘટના બાદ ફેકટરી ઇન્સપેક્ટર દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.વાગરા પંથકમાં આવેલ અનેક ઉદ્યોગોમાં છાશવારે બની રહેલા અકસ્માત ના બનાવો બાદ તંત્ર મોડે મોડે હરકત મા આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.ઉચ્ચ ડીગ્રી તાપમાન ધરાવતું ઓઇલ લીકેજ થયા બાદ ધુમાડા ના ગોટેગોટા સર્જાયા બાદ નેરોલેક કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.

વાગરા ના સાયખા કેમિકલ ઝોન ની અરગામા સ્થિત કાંસાઈ નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં આગ ભભૂકી ઉઠતા ભારે ભાગદોડ સર્જાઈ હતી.આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર ના ગામો થી નજરે પડતા હતા. જેથી આસપાસ ના ગામો સહિત નજીકની કંપનીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.ફાયર ટેન્ડરોને કલાકોની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ ન હતી.નોંધનીય છે કે ઔદ્યોગિક સલામતીના પગલાં અને ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે ફરી એકવાર સવાલો ઉભા થયા છે.ત્યારે સોશિયલ એક્ટિવીસ્ટ ઈમ્તિયાઝ પટેલે કંપનીની બેદરકારી અને લાપરવાહી બાબતે ખુલ્લા આક્ષેપો કર્યા હતા.વાગરાના ઉદ્યોગિક વિસ્તારોમાં વહીવટી, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઔદ્યોગિક સલામતી વિભાગની બેદરકારી અંગે પણ લોકચર્ચાઓ જાગી હતી.સાથે જ આગ ની ઘટના પાછળનું સાચું કારણ શું છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી પણ ઉઠવા પામી છે.કંસાઇ નેરોલેકમાં આગ પછી કંપનીના પ્રોટોકોલ અને બેદરકારીની ઊંડાણપૂર્વક તપાસ ક્યારે થશે….??? હાલ તો ફેક્ટરી ઇન્સ્પેક્ટરે તાત્કાલિક પગલું ભરી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર દિનેશ ગામીતના મતે આગ લાગવાનું પ્રાથમિક કારણ કંપનીના થર્મિક ફલુઇડ પ્લાન્ટમાં આવેલા હીટરમાંથી ગાસ્કેટ કે અન્ય જગ્યાએ લીકેજ થવાને કારણે ૨૭૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું ગરમ ઓઇલ બહાર આવ્યું. આ ઓઇલ પાઇપલાઇનની આસપાસના ઇન્સ્યુલેશન પર પડતાં આગ લાગી હોવાનું તારણ છે. સવાલ એ છે કે જ્યાં ૨૭૦ ડિગ્રીના તાપમાનનું પ્રવાહી ફરતું હોય ત્યાં ગાસ્કેટ લીકેજ થવું એ અત્યંત ગંભીર બેદરકારી નથી તો બીજું શું શકાય..?? કંપની દ્વારા સુરક્ષાના નિયમોના કેવા ધજાગરા ઉડાડવામાં આવ્યા હશે. કે જેના પરિણામે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હશે?? આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે, કર્મચારીઓની સુરક્ષા કરતાં કંપની માટે ઉત્પાદન અને નફો વધુ મહત્ત્વ ધરાવે છે.કંપનીનો આ અમાનવીય અને શંકાસ્પદ વ્યવહાર ગંભીર તપાસ માંગી લે છે. ૩૦૦ કર્મચારીઓનો આબાદ બચાવ થયો હોવા છતાં આ સમગ્ર ઘટનાએ અનેક શંકાઓની જ્વાળા પ્રગટાવી છે. કંપનીની બેદરકારી ઉપરાંત આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની નિર્લજ્જ નિષ્ક્રિયતા પણ છતી કરી દીધી છે. કંપનીને ક્લોઝર નોટિસ આપીને વહીવટી તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી. આ ઘટના એવા અનેક ઉદ્યોગો માટે લાલબત્તી સમાન છે. જેઓ કાયદાને નેવે મૂકીને કામદારોનું શોષણ કરે છે. કંપનીના વહીવટી અધિકારીઓ, ફાયર બ્રિગેડને રોકવાનો આદેશ આપનાર વ્યક્તિ અને જીઆઇડીસીના રસ્તાઓ માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે કાયદાનો કોરડો વીંઝી કડક કાર્યવાહી થવી જોઈએ.ક્લોઝર નોટિસ અને ભીષણ આગની ઘટનાએ કંસાઈ નેરોલેક કંપની અને GIDC વહીવટી તંત્રની બેફામ મનમાની ખુલ્લી પાડી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









