અરગામા ની નેરોલેક કંપનીમાં ભીષણ આગથી ધુમાડાના ગોટે ગોટા સર્જાતા ભય નો માહોલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોન ની અરગામા સ્થિત જાણીતી કાંસાઈ નેરોલેક પેઈન્ટ્સ કંપનીના રેઝીન પ્લાન્ટમાં કોઈક કારણોસર અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર ના ગામો વિલાયત,દયાદરા,સાયખા તેમજ વાગરા થી નજરે પડતા હતા.

જેથી આસપાસ ના ગામો સહિત નજીકની કંપનીઓમાં પણ ગભરાટ નો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.આઠ જેટલા ફાયર ટેન્ડરોને કલાકોની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા સાંપડી હતી.

સદનસીબે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ ન હતી.નોંધનીય છે કે જયાં આગ લાગી હતી તેની બાજુમાં જ લગોલગ અડી ને સોલ્વન્ટ ની અનેક ટાંકીઓ આવેલ હતી.જ્યા આગ ન પ્રસરતા ભારે ખુવારી થતા અટકી જવા પામી હતી.આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હાલ કંપની સતાધીશો તરફ થી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.ઘટનાની જાણ થતા જ વાગરા મામલતદાર અને પોલીસ વિભાગ પણ કંપની ખાતે પહોંચી ગયા હતા.

આ ઘટનાએ GIDC વિસ્તારમાં ઔદ્યોગિક સલામતીના પગલાં અને ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે ફરી એકવાર સવાલો ઉભા કરી દીધા છે.ઉલ્લેખનીય છે, કે નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. આગ પર કાબુ મેળવવા આવેલા ફાયર ફાઈટર્સ અને પોલીસને પણ કંપનીના પ્રોટોકોલના નામે બહાર રોકી રાખવામાં આવ્યા હોવાની આઘાતજનક માહિતી સામે આવી છે.કંપનીના ચીફ સિક્યુરિટી ઓફિસર પરેશ પટેલ દ્વારા કંપની ગેટ પર મદદે દોડી આવેલા લોકો સાથે ગેરવર્તન આચરવામાં આવ્યું હોવાની પણ બુમો ઉઠવા પામી છે.પરેશ પટેલ ના તુમાખીભર્યા વર્તન ને કારણે લોકોમાં તેઓ વિરુદ્ધ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.જેને પગલે કંપની સંચાલકો નું આ ઘટના પાછળ કોઈક ષડયંત્ર હોવાની આશંકાઓ મજબૂત બની રહી છે.આ સમગ્ર ઘટનાક્રમ બાબતે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલ પાસેથી ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, કંપનીની બેદરકારી અને સત્તાવાળાઓની લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે. સૌથી મોટો મુદ્દો એ છે કે, કંપનીના ગેટ પર ફાયર વિભાગ અને પોલીસને પણ અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. જેનાથી આગ પર કાબૂ મેળવવામાં વિલંબ થયો હતો અને નુકસાની વધી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

આગની ઘટનાએ વિલાયત GIDCના રસ્તાઓની દયનીય હાલત પણ ખુલ્લી પાડી છે. ઇમ્તિયાઝ પટેલે જણાવ્યું હતું કે, GIDCના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરો સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યા ન હતા.એક ફાયર ટેન્ડર ઘરડા કેમિકલ ના ગેટ પરથી ખરાબ રસ્તાઓ ને કારણે પરત ફર્યું હતું.વારંવાર સર્જાતી આગની ઘટનાઓ ભરૂચ જિલ્લા ઔદ્યોગિક સલામતી વિભાગ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી દર્શાવે છે. ઇમ્તિયાઝ પટેલે કંપનીના પ્રોટોકોલ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, કોઈ મોટી દુર્ઘટના બને અને કંપનીના અંદર એક પણ વ્યક્તિને નુકસાન ન થાય તે વાત માનવામાં આવતી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આગ લાગવાના સમયે તમામ કર્મચારીઓ કેન્ટીનમાં હતા. આ પરિસ્થિતિને જોતાં આ આગની ઘટના ને એક સુવ્યવસ્થિત ષડયંત્ર તરીકે મુલવવામાં આવી રહ્યું છે.ઇમ્તિયાઝ પટેલે આ કંપની પર અનેકવાર કાયદાને નેવે મૂકીને કામદારોનું શોષણ કરવાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમણે ગ્રેચ્યુઈટી અને દિવાળી બોનસ જેવા લાભો ન આપવા તેમજ GIDCના મુખ્ય રસ્તાઓ પર કંપનીની ગાડીઓના દબાણ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ સમગ્ર ઘટના ભરૂચના ઉદ્યોગિક વિસ્તારમાં વહીવટી, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઉદ્યોગિક સલામતી વિભાગની બેદરકારીને છતી કરે છે. આ ઘટના પાછળનું સાચું કારણ શું છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી તેમણે માંગણી ઉચ્ચારી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!