વાગરાના મુલેર ની ગંધાર ફૂડ પ્રોડક્ટ્સમાં કાયદાના ઉડયા ધજાગરા::બાળ મજૂરીનો વિડીયો થયો વાયરલ…!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના મુલેર સ્થિત ગંધાર ફૂડ પ્રોડક્ટ્સ પ્રા.લિ. નામની ફેક્ટરીમાં બાળકો મજૂરી કરતા હોવાનો નો વિડિયો વાયરલ થતા ચકચાર વ્યાપી જવા પામી છે.

કાયદાની ઐસી કી તૈસી કરતા કંપની સંચાલકો સામે પગલા ભરાય તેવી માંગ પંથકમાં થી ઉઠી રહી છે.ઉક્ત ઘટના પરથી લાગી રહ્યું છે કે કાયદો માત્ર કાગળ પર જ છે.હાલમાં વાયરલ થયેલા એક વિડિયોમાં સગીર વયના બાળકો જોખમી કામગીરી કરતા નજરે પડી રહયા છે.ઉક્ત ઘટના સંબંધિત તંત્રની નિષ્ફળતા અને ફેક્ટરી સંચાલકોના બેજવાબદાર વલણ સામે પ્રશ્નો ઉપસ્થિત કરી રહી છે.અંગત સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સદર ફેક્ટરીમાં કુલ ચાર બાળ મજૂરો કામ કરતા હતા.જેમાંથી અગાઉ બેને લેબર કમિશનર દ્વારા લઈ જવામાં આવ્યા હતા.વાયરલ વિડિઓ લેબર કમિશનર ની ઉદાસીનતા દર્શાવી રહ્યો છે.

ત્યારે સમગ્ર ઘટના બે-ત્રણ દિવસ અગાઉની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ બાબતે અત્યાર સુધી વાગરા પોલીસ મથકમાં આ વિડિઓ અંગે કોઈ ફરિયાદ દાખલ થઈ નથી.અગાઉ ૨૦૨૪ મા પણ ગંધાર ફૂડ પ્રોડક્ટ ના સંચાલક વિરુદ્ધ અનેક બાળ મજૂરો પાસે કામ કરાવવા બદલ ફરિયાદ નોંધાઈ હતી.છતાંય હજીપણ ફેક્ટરીવાળા સુધરવા તૈયાર નથી.આજે ફરી એકવાર આ જ ફેક્ટરીમાં બાળ મજૂરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જે દર્શાવે છે કે, સંચાલકોને કાયદાનો ડર બિલકુલ પણ રહ્યો નથી. બેફામ તેમજ બિન્દાસ કંપની સંચાલકો વિરુદ્ધ તાત્કાલિક અને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ જાગૃતજનો કરી રહયા છે.ભવિષ્યમાં કોઈપણ ફેકટરી કે અન્ય કોઈપણ જગ્યાએ બાળમજૂરી અટકાવવા માટે તંત્રએ કડક હાથે કામ લેવાનો સમય પાકી ગયો છે.ત્યારે જોવું રહ્યું કે ઉક્ત વાયરલ વિડિઓ સંદર્ભે તંત્ર ક્યારે અને કેવી કામગીરી હાથ ધરે છે….????

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!