વાગરા નગર સહિત આસપા ના વિસ્તારરો માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.અસહ્ય ઉકળાટ બાદ લાંબા સમયના વિરામ પછી આખરે વાગરા પંથકમાં મેઘરાજાની તોફાની સવારી આવી ચડી હતી. બપોરના સમયે એકએક વાતાવરણમાં પલટો આવ્યો હતો.કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ જોતજોતામાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ ની શરૂઆત થઇ હતી.

જેણે સમગ્ર પંથકને તરબોળ કરી દીધુ હતું. ભારે વરસાદને કારણે વાગરાના મુખ્ય માર્ગો પર નીર વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને થોડી મુશ્કેલી વેઠવી પડી હતી.વરસાદની તીવ્રતાને પગલે એક સમયે વિઝિબિલિટીમાં પણ ડાઉન થઈ જવા પામી હતી.અસહ્ય બફારા અને ગરમીથી પરેશાન લોકોને વરસાદથી આંશિક રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી મુક્તિનો અનુભવ કર્યો હતો.

વાગરા ઉપરાંત દયાદરા આસપાસ ના વિસ્તારમાં પણ મેઘાએ ધબધબાટી બોલાવી હતી. વાગરા તેમજ દયાદરા પંથકમાં વરસાદી માહોલ જામતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું.

વરસાદે એક તરફ લોકો ને રાહત આપી છે તો બીજી તરફ જગત ના તાતની ચિંતામાં વધારો કર્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, આ પાછોતરો વરસાદ તેમના ઉભા પાક માટે આફતરૂપ સાબિત થઈ શકે તેમ છે. પાક તૈયાર થઈ ગયો હોવાથી ભારે વરસાદને કારણે તેને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કપાસ અને અન્ય શિયાળુ પાકોને ભારે નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









